Abtak Media Google News

આ વર્ષે પરિક્રમા ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઈ જશે?: જૂનાગઢમાં આવેલા જોવા લાયક સ્થળોએ પણ પ્રવાસીઓની મેદની

ગરવા ગીરનારની લીલી પરીક્રમા આ વર્ષે ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઈ છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક ૧૧ લાખ ભાવિકોએ લીલી પરીક્રમા કરીને ધન્યતા અનુભવી છે. પરીક્રમાનાં ‚ટ ઉપરાંત જૂનાગઢમાં આવેલા જોવાલાયક સ્થળોએ પણ પ્રવાસીઓની હકડેઠઠ મેદની જોવા મળી હતી.

દર વર્ષે કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીથી ગરવા ગિરનારનાં જંગલમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો પરિક્રમા કરીને ધન્યતાની લાગણી અનુભવે છે આ વર્ષે બે દિવસ પૂર્વે જ ભાવિકોએ પરીક્રમા શ‚કરી દીધી હતી અત્યાર સુધીમાં પરિક્રમા કરનાર ભાવીકોની સંખ્યા ૧૧ લાખે પહોચી છે.જે રેકોર્ડ બ્રેક છે આજે સાંજ સુધીમાં પરીક્રમા પૂર્ણ થવા જઈ રહી છે.2 68દર વર્ષ કરતા આ વર્ષે પરિક્રમા ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઈ છે. ઉપરાંત આ વર્ષે પરિક્રમામાં ઉમટેલો ભાવિકોનો આંકડો પણ વિક્રમજનક છે.3 44ગીરનાર પરિક્રમા બાબતે મહામંડલેશ્વર વિશ્વભર ભારતીજી મહારાજે જિલ્લા કલેકટરને પત્ર પણ લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું કે જો પરિક્રમા બે દિવસ વહેલી શરૂ થાય તે સંદર્ભે વિચારવામાં આવે તો તે સારી વાત છે.4 30ઉલ્લેખનીય છે કે ગીરનારની લીલી પરીક્રમાનું ધાર્મિક દ્રષ્ટીએ ઘણુ મહત્વ છે. તેમા પણ આ વર્ષે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ભાવિકોએ લીલી પરીક્રમાનો લાભ લીધો હતો. પરિક્રમા દરમિયાન અનેક અણબનાવો પણ સામે આવ્યા છે. પરિક્રમા દરમિયાન થયેલા મૃત્યુનો આંક ૯ એ પહોચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.