સમગ્ર માનવજાતને કોરોનામાંથી ઉગારી લેવા હળવદની બાળકીએ ‘ૐ નમ: શિવાય’ના પ હજાર મંત્રજાપ કર્યા

76

નાનકડી બાળકીએ ૐ નમ શિવાયના મંત્ર જાપ સતત કાગળ પર લખી કલ્યાણકારી શિવની ઉપાસના કરી

સમગ્ર વિશ્વની માનવજાત જાત હાલ કોરોનાની મહામારીનો મુકાબલો કરી રહ્યું છે.જોકે ભારત દેશમાં કોરોનાની મહામારીના પગલે સમગ્ર દેશનું જનજીવન હાલ ઘરોમાં જ રહીને આ વિકટભરી સ્થિતિમાંથી ઉગારવા માટે મુકાબલો કરી રહ્યું છે અને લોકો ઘરોમાં રહીને ઈશ્વર સમક્ષ આ કોરોનાની મહામારીમાંથી દેશ અને દુનિયાને ઉગારી લેવા પ્રાર્થના કરી રહ્યા છે.ત્યારે હળવદ શહેરમાં રહેતી નાનકડી અણસમજુ બાળકી પણ કોરોનાના સંકટમાંથી સમગ્ર માનવજાત હેમેખમ ઉગરી જાય તે માટે કાગળ ઉપર ૐ નમ: શિવાયના મંત્રજાપ લખીને કલ્યાણકારી શિવની ઉપાસના કરી રહી છે.હાલ તેણીએ પાંચ હજાર જેટલા ૐ નમ: શિવાયના મંત્રજાપ લખ્યા છે અને આ રીતે તેણીએ ભગવાન શિવની ઉપાસના ચાલુ રાખી છે.

હળવદ શહેરમાં રહેતા જે.ડી.પટેલની પાંચ વર્ષની દીકરી નિવા એ કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ઘરમાં જ સલામત રીતે રહે છે.પણ હાલ કોરોનાનો સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યું છે. આ કોરોના કેસો પણ ઝડપભેર વધી રહ્યા છે તેથી સમગ્ર દેશમાં દહેશતનો માહોલ હોવાથી નિવાએ ખરા અંતરકરણ પૂર્વક કલ્યાણકારી શિવની આરાધના શરૂ કરી છે.કોરોનાનું સમગ્ર માનવજાત ઉપર સંકટ ટળી જાય તે માટે નિવાએ કાગળ પર ૐ નમ: શિવાયના મંત્રજાપ લખે છે.આખો દિવસ મીરા મોબાઈલ પર વીડિયો ગેમ કે ટીવી જોવા તેમજ ઘરમાં પણ અન્ય રમતા રમવાને બદલે કાગળ ઉપર ૐ નમ: શિવાયના મંત્રજાપ લખ્યા રાખે છે.આ રીતે નિવા સતત ૐ નમ: શિવાયના મંત્રજાપ લખીને ભગવાન શિવની ઉપાસના કરે છે.આ ૐ નમ: શિવાયના મંત્રજાપ લખવાનું સતત ચાલુ છે જ્યાં સુધી મહામારીમાંથી માનવજાત બહાર ન આવે ત્યાં સુધી આ નાનકડી બાળા આ રીતે ભગવાન શિવની ઉપાસના કરશે અત્યાર સુધીમાં તેણીએ પાંચ હજાર જેટલા ૐ નમ: શિવાયના મંત્રજાપ લખ્યા છે. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં નિવાના પરિવારે આપેલા આધ્યાત્મિક સંસ્કારો એટલા દ્રઢ છે કે તેને ભગવાન શિવ પ્રત્યે અડગ શ્રદ્ધા છે તે દ્રઢપણે માને છે કે ,કોઈપણ જાતની મુશ્કેલી આવે અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો ન મળે તો ઈશ્વરની ખરા દિલથી ઉપાસના કરવાથી આપણી મદદે ઈશ્વર અવશ્ય આવે છે અને આપણે હેમખેમ એ મુશ્કેલીમાંથી ઉગરી જઈએ છીએ .ત્યારે કોરોનાની.મહામારીમાંથી કલ્યાણકારી શિવ સમગ્ર માનવજાતને સંકટમાંથી ઉગારી લેશે તેવી આ બાળકીને અતૂટ શ્રદ્ધા છે.

Loading...