ગીરગઢડા: ખેડૂતો માટેના વીજ કનેકશનના પ્રશ્નનું નિરાકરણ

લાવતા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ રૂપાલા

છેલ્લા ઘણા સમયથી  સેટલમેન્ટ વિસ્તારના ખેડૂત ભાઈ ઓને ખેતી વાડી પિયત માટે ઈલેક્ટ્રીક વીજ કનેક્શન મેળવવામા બહુ મુશ્કેલી પડતી હતી  ત્યારે ઘણાં બધાં ખેડૂત મિત્રોની કાળુભાઇ રૂપાળાને  પણ અવારનવાર રજૂઆત કરવામાં આવેલ  જે રજૂઆતને ધ્યાને રાખીને તાલુકા ભાજપ પ્રમુખે સરકારને યોગ્ય વિગત વાર રજુઆત કરવામાં આવતા  સરકાર દ્વારા પણ રજૂઆત ને ધ્યાને લઇ ને તાત્કાલીક  સેટલમેન્ટ ખેડૂતોને પ્રાયોરિટીના ધોરણે સોલાર એનર્જી કનેક્શન આપવામાં આવશેની જાણકારી  લેટર (પત્ર) દ્વારા કરવામાં આવી હતી.  છેલ્લા ઘણા  સમયથી ખેતી વાડી (સેટલમેન્ટ) વીજ કનેક્શનને લીધે મુશ્કેલી  અનુભવતા મારા ખેડૂત ભાઈઓના કામમાં આવવાની તક મળી  તે બદલ સરકાર અને ખેડૂતોના કાળુભાઇ રૂપાળાએ આભાર વ્યકત કર્યો હતો.

ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનો તથા ગુજરાત સરકારનો જેમણે એક નાનાં કાર્યકર્તાની રજૂઆત ધ્યાને લઇને  સેંકડો ખેડૂત (સેટલમેન્ટ)ના સહુથી મોટાં પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કર્યુ હતું.

Loading...