Abtak Media Google News

ગિરનારમાં રોપવે પ્રોજેક્ટની મંજુરી મલ્યાબાદ હવે તેની કામગીરી શરૂ કરીદેવામાં આવી છે.આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો સરકારનો લક્ષ છે.આ કામગીરીના શરૂઆતમા અનેક કંપનીએ સ્થળની મુલાકાત લઈ તેની કામગીરીનો આરંભ કર્યો હતો.

ગિરનાર રોપ-વેને લઈ ૬ વખત સર્વે કરવામાં આવ્યો છે અને હજુ એકવાર સર્વે કરવામાં આવશે.પછી જ સાઇટ ઉપર કામ કરવામાં આવશે.જેથી કરીને રોપ-વેની કામગીરી શરૂ થયા પછી તકલીફ અથવાતો બંધ ન કરવી પડે.સૌ પ્રથમ રોપવેને ટેમ્પરરી રોપવે બનાવામાં આવશે.જેની કામગીરી હવે શરૂ થશે અને ડિસેમ્બરમાં પૂર્ણ કરાશ.

રોપવેની ટ્રોલીના વજનની વાત કરવામાં આવતો આ ટ્રોલી 5થી૧૩ટન વજનનું વહન કરી શકાશે.ગિરનાર રોપવે દુનિયાનો સૌથી આધુનિક રોપવે બનશે.આ રોપવે ૨૦૧૮ના વર્ષના નવરાત્રિમાં પૂર્ણ કરવાનો કંપનીનો પ્રયાસ છે.આ પ્રોજેક્ટ પાછળ ૧૧૦ કરોડનો ખર્ચ થનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.