Abtak Media Google News

મુખ્યમંત્રી દ્વારા હાલ થઈ રહેલ સરાહનીય કામગીરી બદલ કંપનીના પ્રમુખે અભિનંદન પાઠવ્યા

ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિ વધુ ઘેરી બનતા રાજય સરકાર વધુને વધુ સક્રિય બનતી જાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ ઝોનના પ્રમુખ વિજયભાઈ રૂપાણીને સર્ટીફીકેટ આપીને સન્માનીત કર્યા હતા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી સાહેબ  આપ દ્વારા અત્યારની નોવેલ કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના લોકોના હિત માટે જે કામગીરી કરિ રહ્યા છો.  આ ભગીર કાર્યની નોંધ વર્લ્ડ રેકોર્ડ પબ્લિશિંગ કંપની લંડનના પ્રમુખ સંતોષભાઈ દ્વારા લેવામાં આવી અને આપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ ઝોન ના પ્રમુખ  શૈલેષભાઈ બારડ અને  ટીમના સભ્યો દ્વારા સ્ટાર ૨૦૨૦ ઓનલાઈન સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ આપને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે વિજયભાઈ રૂપાણીએ  સોમનાથના મહાદેવનાં દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સોમના દાદાની પૂજા કરી ગુજરાત સહિત દેશ અને સૌ કોઈ કોરોના મહામારીથી મુક્ત બને અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.