Abtak Media Google News

એમ્બ્યુલન્સ હાજર ન હોવાથી પોલીસ કર્મીએ તુરંત નર્સને બોલાવીને શિશુને પોલીસ વાન મારફત હોસ્પિટલ પહોંચાડયું

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પો. હેડ કોન્સ. મહેશભાઇ મનસુખભાઇ અને ડ્રાઇવર રાહુલગીરી કાન્તીગીરી પ્ર.પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પ્ર. પાટણ સરકારી હોસ્પિટલ ખાતે એક મહીલાનો ડીલીવરી કેસ આવેલ અને નવજાત શિશુની ડીલીવરી થતા તેને ઇમરજન્સી કોઇ એમ્બ્યુલન્સ હાજર ન હોય જેથી સારવાર આપવાની જરુરીયાત ઉભી થતા હોસ્પિટલ ખાતે આ બાબતની જાણ થતા પો. હેડ કોન્સ. મહેશભાઇ મનસુખભાઇ તથા ડ્રાઇવર રાહુલગીરી કાંતિગીરી એ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તુરજ જ પોલીસ વાનમાં એક નર્સ સાથે નવજાત શીશુને વેરાવળ ક્રિષ્ના હોસ્૫િટલ ખાતે લઇ જઇને નવજાત શીશુને ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી જેથી નવજાત શિશુને સારવાર મળતા તેનો જીવ બચી ગયો. નવજાત શિશુની માતા તથા કુટુંબીજનોમાં આનંદની લહેર છવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.