Abtak Media Google News

તંત્રના પાપે ખેડૂતો હેરાન-પરેશાન

ગીર સોમનાથ જિલ્લાના દેવળી ગામના ખેડૂતોએ ૧૫ નવેમ્બરનાં રોજ સરકાર ને ટેકાના ભાવે મગફળી વહેંચી ને ૧૫ દિવસથી વધુ સમય વીત્યા બાદ ખેડૂતોએ રૂપિયા માટે બેંકોમાં તપાસ કરી. અનેકવાર બેન્કોના આટાફેરા બાદ ચોંકાવનારી બાબત સામે આવી. જુઓ આ દ્રશ્યો છે દેવળી ગામમાં આવેલ યુનિયન બેંકના જ્યાં ખાતા ધરાવતા ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે. પોતાની મગફળી ટેકાના ભાવે સરકારને આપ્યા બાદ ૨૦ દિવસે ખાતામાં રકમ જમા થઈ હોવાની જાણ થતા. ખેડૂતો બેંકે ગયા તો જાણવા મળ્યું કે, તમારા એકાઉન્ટ નંબર ખોટા હોવાના કારણે જે તે રકમ તમારા એકાઉન્ટમાં જમા થઇ નથી. સરકારી તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોએ ભોગવવાં નો વારો આવ્યો છે. જ્યારે ખેડૂતોએ તો બેંકની પાસબુક મા છપાયેલા સાચા ખાતા નમ્બરજ આપ્યા હતા.

ગીર નાં ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે સરકારને આપ્યા બાદ ૨૦ દિવસ પછી બેંકમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે પોતાના ખાતામાં રકમ આવીજ નથી. બેન્ક મેનેજરને ફરિયાદ કરતા મેનેજરે કહ્યું કે, ગ્રાહકનાં એકાઉન્ટ નંબર ખોટા હોવાના કારણે રકમ જેતે ખાતામાં જમા થઈ નથી.જે ખેડૂતોના એકાઉન્ટ નંબર સાચા હોય તે ખેડૂતના એકાઉન્ટમાં રકમ જમા અપાઈ ચુકી છે. એકાઉન્ટ નંબર ખોટા હોય તો સસ્પેન્સ પદ્ધતિ લાગુ થાય છે. અને તે રકમ અમારે પરત કરવી પડે છે.’ વધુમાં બેન્ક મેનેજર એ જણાવ્યું હતું કે, ’અમારી બેંકમાં જે ખાતા ધારકો છે તે પૈકી ૨૦ જેટલા ખાતા ધારકો નાં એકાઉન્ટ ખોટા હોવાના કારણે ૨૫ લાખ ૬૨ હજાર જેટલી રકમ અમારે પરત મોકલવી પડી છે. આ તમામ ૨૦ ખાતાઓમાં પાછળના ૬ ડીઝીટ બધાજ ઝીરો છે. જે તમામ એકાઉન્ટ ખોટા છે. ટેકાના ભાવની મગફળીનું પેમેન્ટ ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન દ્વારા ચુકવણું  કરવામાં આવે છે. જેનું આઈસીઆઈસીઆઈ તેનું એકાઉન્ટ હોય આરટીજીએસ દ્વારા સીધાંજ લાભાર્થીના ખાતામાં જમા આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.