Abtak Media Google News

ગીર સોમના જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ગીર સોમના જિલ્લામાં બનતા દરેક પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ અલગ અલગ ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી સોંપેલ હતી.

તા.૧૭ના રોજ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. સરમણભાઈ સોલંકી તા લાલજીભાઈ બાંભણિયા તા પ્રવિણભાઈ મોરી ઉના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન સરમણભાઈ સોલંકીને બાતમી મળેલ કે, ઉના પો.સ્ટે.ના પ્રોહીના ગુના નં.૩૪૯/૧૭ના કામે પકડવાનો બાકી આરોપી ફારૂક ઉર્ફે મુર્ગી કાસમભાઈ મન્સુરી ઉ.વ.૩૨ રહે.નીચલા રહીમનગર, ઉના વાળો હાલ બાપા સીતારામના ઓટા પાસે, ૮૦ ફૂટ રોડ પાસે ઉભો હોય જેથી તાત્કાલીક ત્યાં જઈ આ કામનો નાસતો ફરતો આરોપી ફારૂક ઉર્ફે મુર્ગી કાસમભાઈ મન્સુરીને પકડી પાડી ઉના પો.સ્ટે.સોંપી આપેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.