Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્‍લા વિસ્‍તારમાં થતી મોબાઇલ ચોરી તથા અન્ય ચોરીના બનાવો બનતા  અટકાવવા માટે જીલ્લા પોલીસ વડાશ્રી હીતેશ જોયસર સા.શ્રીએ આ બાબતે સખત સુચના આપેલ હોય.

જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા. પોલીસ ઇન્સ.શ્રી બી.બી.કોળી નાઓની સુચના મુજબ પો.હેડ કોન્સ. મેસુરભાઇ, રામદેવસિંહ, મેરામણભાઇ, મેતાભાઇ, સંગ્રામસિંહ, સરમણભાઇ, જગદિશભાઇ, તથા પો.કોન્સ્. પ્રવિણ મોરી, કનકસિંહ, ધર્મેન્દ્રસિંહ તથા ભુપેન્દ્રસિંહ  વેરાવળ સીટી વિસ્તારમાં ચોરી તથા અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ.કનકસિંહને બાતમી રાહે હકીકત મળેલ કે વેરાવળ મુલ્લા જમાત ખાનાની સામે રહેતો ફયાજ યુસુફભાઇ સૈયદ ચોરાઉ મોબાઇલ ફોન તથા કાળા કલરની સાયકલ લઇને ભાલકા રોડ તરફથી આવે છે.

તે હકીકત આધારે તેને ઝડપી લઇ તેની મોબાઇલ તથા સાયકલ બાબતે પુછપરછ કરતા મોબાઇલ તથા સાયકલ બાબતે બિલ આધાર પુરાવા રજુ કરેલ નહી કરતા કબ્જે કરી મજકુરની વધુ યુકિત પ્રયુકિતથી કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બે કીશોરના મકાનેથી ચોરી કરેલ મોબાઇલ કુલ ૧૭ તથા ત્રણ સાયકલો મળી આવતા કુલ રૂ.૧૬૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આ ચોરીમાં ગયેલ મોબાઇલના મુળ માલીકો બાબતેની તપાસ તજવિજ તથા ફરીયાદ લેવાની તથા આગળની વધુ તપાસ વેરાવળ સીટી તથા એલ.સી.બી. ચલાવી રહેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.