ભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ

સાત શખ્સોની ધરપકડ કરી રૂ.૨૦,૨૦૦નો મુદામાલ કબ્જે

ભુજ શહેરના ગીતા માર્કેટ પાસે અબ્બાસ પઢીયાર ના ઘર ની બહાર ધાણી પાસા વડે જુગાર રમી રમાડે છે રેડ કરતા આરોપી, અબ્બાસ આમદ પઢીયાર ઉ.વ ૪૦ રહે ગીતા માર્કેટજુની બકાલી કોલોની ભુજ, રમજાન અલાના થેબા ઉ.વ ૨૮ રહે ગીતા માર્કેટજુની બકાલી કોલોની ભુજ, કમલેશ ભુરાભાઇ જોગી ઉ.વ ૩૬ રહે હંગામી આવાસ જી.આઇ.ડી.સી રોડ ભુજ,અભુભખર અલાના ભઠ્ઠી ઉ.વ ૪૨ રહે ચાંદ ચોક ભિડનાકા બહાર ભુજ, અશરફખાન સલીમખાન પઠાણ ઉ.વ ૩૯ સરપટનાકા બહાર મુમતાઝ હોટલની પાછળ ભુજ, અરવીંદ જખ મહેશ્વરી ઉ.વ ૩૫ રહે ગીતા માર્કેટજુની બકાલી કોલોની ભુજ,રાજેશ હીરજી મહેશ્વરી ઉ.વ.૨૬ રહે બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે ભુજ ને રોકડા રૂપિયા ૧૬,૨૦૦/-,  મોબાઇલ નંગ-૪ કિ.રૂ .૪,૦૦૦ /-ધાણી પાસા જોડ -૧ એમ કુલ કિ.રૂ .૨૦,૨૦૦/-નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એસ.બી વસાવા   એ.એસ.આઇ.પંકજકુમાર કુશવાહા,તથા પો.કોન્સ. નવીનકુમાર જોષી તથા શક્તિસિંહ જાડેજા,તથા રાજેન્દ્રસિંહ રાઠોડ,તથા નીલેશ રાડા તથા પુ.પો.કોન્સ.કીરણબેન બાટવા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ છે.

Loading...