Abtak Media Google News

સંપત્તિના દાન કરતા સંતતિનું દાન દેનારા મહાન છે: ધીરજમૂનિ

શ્રી ઘાટકોપર સ્થા. જૈન મોટા સંઘ ખાતે દીક્ષા દાનેશ્વરી પૂ. ગૂરૂદેવ શ્રી ધીરજમૂનિ મ.સા.ના શુભંકર સાંનિધ્યે દીક્ષાર્થી કુ. પલકબેન દોશીની દીક્ષા આમંત્રણ પત્રિકા વધામણા કાર્યક્રમ પ્રસંગે પૂ. શ્રીએ જણાવેલ કે આજના કાળમાં સંપત્તિના દાન કરતા સંતતિનું દાન દેનારા મહાન છે. જિનશાસન વિતરાગથી નહિ વૈરાગીથી ચાલે છે. પૂ. સોનલજી મ.સ.એ પૂ.ગૂરૂણી હીરાબાઈ મ.સ.ના ઉપકારઋણ સ્વીકારતા કહેલ કે મનહર પ્લોટ ચાતુર્માસથી મુમુક્ષુ પલકબેનના જ્ઞાનાભ્યાસનો પ્રારંભ થયેલ જે સર્વવિરતિ સ્વરૂપે પરિણમી રહેલ છે.

પૂ.ભારતીજી મ.સ., પૂ. નયનાજી મ.સ., પૂ.શીલાજી મ.સ., પૂ. પરિજ્ઞાજી મ.સ., પૂ. ખુશ્બુજી મ.સ. એ શુભેચ્છામાં સૂર પૂરાવ્યો હતો.

214950A0 B226 4D36 9A76 9C706D491Fb1

પત્રિકાના લાભાર્થી ગુણવંતીબેન ચંપકલાલ શાહ પરિવારે અક્ષત વધામણા કરેલ દીક્ષા કળશનો લાભ શોભનાબેન વિરાણી અને જીવદયા યોજનાનો લાભ ભાવિકોએ લીધેલ શ્રી યોગેશ બાવીસી, રોહિત મહેતાને પત્રિકા અર્પણ કરાયેલ પંતનગર સંઘે સામૈયું કરી જયનાદ કરેલ સંઘ પ્રમુખ બીપીનભાઈ સંઘવી, કીર્તીભાઈ કોઠારી, મુકેશભાઈ કામદાર, અનિલભાઈ સુતરીયા વગેરેએ વીર આવો અમારી સાથે મંડળના બહેનોનું સન્માન કરેલ. જયજિનેન્દ્ર ડોમનો લાભ જયવંતભાઈ જગન્નાથ જસાણી પરિવાર અને મણીલાલ સુંદરજી દોશી પરિવારે લીધેલ છે. સમારોહનું સંચાલન ભરત જસાણીએ કરેલ રાજકોટમાં તા.૨૦ને રવિવારે સવારે ૮ કલાકે વિરાણી પૌષધશાળા ખાતે દીક્ષાર્થીનો સન્માન સમારોહ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.