Abtak Media Google News

નવલા નોરતા અંતિમ તબકકામાં છે. ત્યારે દેશભરમાં શકિતની ભકિતમાં લોકો લીન થયા છે. શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબામાં ખેલૈયાઓ મનમુકીને ઝુમે છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલ ભકિતનગર સર્કલ ખાતે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાજકોટ આયોજીત ધર્મભકિત રાસોત્સવનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે.

પ્રમુખ મુકેશભાઈ પાટડીયાએ ‘અબતક’ સાથેની વાતચીતક દરમિયાન જણાવ્યું હતુ કે પ્રથમવખત અમોએ સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપ્રતિના નિયમાનુસાર ધર્મભકિત રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના ભાઈઓ બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ નવ દિવસ દરમિયાન ૫૦૦થી વધુ ખેલૈયાઓ આ રાસોત્સવમાં ગરબે ધુમે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા વાસુદેવભાઈ પાટડીયા, સંજયભાઈ બગડાઈ, નરેન પાટડીયા, વીરાટભાઈ ધોળકીયા અને અશોકભાઈ ધોળકીયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.