Abtak Media Google News

આડઅસર પર ચિત્ર અસ્પષ્ટ: રસીના ડોઝ ક્યારે, કેટલાં, કેવી રીતે આપવા તે અંગે હજુ અસમંજસ

કોરોના મહામારીને નાથતી ‘સચોટ’ રસી શોધવા સંશોધકો, વૈજ્ઞાનિકો ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિશ્ર્વભરના દેશોની સરકારો ઉંધેકાંધ થઈ છે. અલગ અલગ ઘણી પ્રકારની રસીઓ વિકસિત થઈ ચૂકી છે. તો ઘણી રસીઓ અંતિમ તબકકાનાં પરીક્ષણમાં હોવાનું માલુમ પડી રહ્યું છે. બ્રિટનને રશિયાએ તો આવતા અઠવાડિયાથી મોટી સંખ્યામાં રસીકરણ શરૂ કરીદેવાની જાહેરાત પણ કરી દીધી છે. જયારે ભારતની વાત કરીએ, તો ગઈકાલે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રસીને લઈ મોટુ એલાન કરતા જણાવ્યું હતુ કે, ભારતમાં પણ આવતા થોડા અઠવાડિયામાં રસી આવી જશે. હવે, કોરોનાને હરાવવો હાથવેંતમાં છે. પરંતુ શું કોરોનાની રસી આવી જવી અને તેનું રસીકરણ શરૂ થઈ જવું એ અંતિમ જીત છે?? અવિશ્વાસનીયતા અને મોટા પડકારો વચ્ચે માત્ર રસી પર જ આધાર રાખવો હિતાવહ છે?? નહિ આમ માનીને બેસી રહેવું એ સંપૂર્ણ પણે મુર્ખાઈ છે. કોરોના વેકિસનેશનનું મળવું એ તો માત્ર પ્રથમ સોપાન છે.તેના પર મહારથ હાંસલ કરવાની મંજિલતો હજુ ઘણી દૂર છે. કારણ કે કોરોનાને હરાવવામાં ઘણા પડકારો છે. કોરોનાને નાથી આ મહામારીમાંથી મૂકત થવાનું જે મુખ્ય હથીયાર છે.તેને લઈને જ એટલે કે રસીને લઈને જ અનિશ્ર્ચિતતાઓ પડેલી છે. તો કઈ રીતે ચોકકસપણે કહી શકાય કે હવે, કોરોના મૂકત થઈ જઈશું?? રસી આવી ગયા બાદ જ હવે, ‘અસલ’ પડકારો શરૂ થશે જે અંગે વિસ્તારથી વાત કરીએ.

૧. ઉત્પાદનમાં અવરોધ

કોરોનાને મ્હાત આપતી રસીનાં ઉત્પાદનમાં પણ એક મોટો અવરોધ છે. સામાન્ય રીતે, કોઈ પણ રસીને વિકસાવવામાં અંદાજે બે થી ત્રણ વર્ષ જેટલો સમય લાગતો જ હોય છે. પરંતુ કોરોનાને નાથવા નિયમોમાં થોડી હળવાશ લાવી રસીના ઝડપભેર ટ્રાયલ થઈ રહ્યા છે. અને ટુંકાગાળામાં મોટા જથ્થામાં રસી બનાવવી એ એક મોટો પડકાર છે. બ્રીટન દ્વારા મંજૂરી અપાયેલ ફાઈઝર રસી ઉત્પાદકોનું કહેવું છે કે, આવર્ષના અંતમાં તેમની પાસે ૨૫ મીલીયન લોકોને આપી શકાય એટલી રસી હશે જે વર્ષ ૨૦૨૧ના અંતમાં ૬૫૦ મીલીયન ડોગે ઉત્પાદિત કરશે

૨. રસીને મંજૂરી મળવી

રસીના દરેક તબક્કાનાં પરીક્ષણ માટે સરકારની મંજૂરી અને કડક નિયમો પણ એક અવરોધ સમાન છે. જોકે, નાગરિકોનાં સ્વાસ્થ્ય અને તેમને રસીની કોઈ આડઅસર ન થાય તે માટે આ જટીલ અને લાંબી પ્રક્રિયા જરૂરી પણ છે. કોરોના મહામારીને નાથવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થા સંયુકત રાષ્ટ્ર ઉપરાંત, વિશ્વના દેશોની સરકારોએ આ માટેના કડક નિયમો મહંદઅંશે સરળ બનાવ્યો છે.

૩. પરિવહન અને સંગ્રહ સુવિધા એક પડકાર

સરકાર અને ડ્રગ ફાર્માના તમામ નિયમોના કડક પણે પાલન બાદ રસી વિકસીત થઈ ગઈ પરંતુ હવે તેને જરૂરીયાતમંદ દેશો પાસે પહોચાડવીએ એક પડકારરૂપ છે. રસીનાં પરિવહન માટે મસમોટો ખર્ચ કરવો પડશે. અનુમાન મુજબ, વિશ્ર્વના તમામ લોકો સુધી રસી પહોચાડવા ૮૦૦૦ કાર્ગો પ્લેનની આવશ્યકતા રહેશે અમુક પ્રકારની રસી માઈનસ ૭૦ ડીગ્રી સેલ્સીયસંના તાપમાને સંગ્રહીત કરી શકાય છે. આ માટે અલગ રેફ્રીજેરેટર પણ ઉભા કરવાની તાતી જરૂરીયાત પડશે જે આર્થિક પછાત અને વિકાસશીલ દેશ માટે અધરૂ છે.

૪. રસીના ભાવ પર અનિશ્ચિતતાઓ

રસીકરણનાં ડોઝ દરેક વ્યકિતને કેટલો મોંઘો કે સસ્તોક પડશે?? બજારમાં આવતા તેના ભાવ કેવા હશે?? તે અંગે હજુ અનિશ્ચિતતા યથાવત જ છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ અંગે પ્રકાશ નાખતા જણાવ્યું હતુ કે રસી સચોટ અને સસ્તા દરે મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ માટે રાજયો સાથે ગહન ચર્ચા બાદ જ રસીનાં ભાવ નકકી થશે.

૫. ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતાનો અભાવ

રસી ઉપલબ્ધતો થઈ ગઈ પણ તે પર ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતા નથી રસી ઉત્પાદકો અને સંશોધકો દાવાતો કરી રહ્યા છે કે રસીની આડઅસર ન થાય તેને પ્રાથમિકતા અપાઈ રહી છે. પરંતુ તેમ છતાં રસીને લઈ સંપૂર્ણ વિશ્વાસ વિકસી શકયો નથી.

૬. સલામતી પર પ્રશ્નાર્થ

૧૦૦ ટકા વિશ્વાસનીયતાનાં અભાવને કારણે સલામતી પર પણ પ્રશ્ર્નો ભા થાય છે. રસીનાં ડોઝ કપાશે, કેટલા કેવી રીતે આપવા તે ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. તો બીજી તરફ રસીકરણ દર્દીની રોગપ્રતિકારક શકિત પર આધાર રાખતી હોવાથી ડોઝનું પ્રમાણ અને તેની અસરકારકતા ચોકકસપણે નકકી થઈ શકતી નથી દર્દીનાં સ્વાસ્થ્ય અને સલામતી પર પણ પ્રશ્નાર્થ છે.

૭.રસી પર રાષ્ટ્રવાદ

કોરોના સામેની રસી પર રાષ્ટ્રવાદ થઈ રહ્યો છે. મલ્ટીનેશનલ કંપનીઓ રસીની રેસમાં ઉતરી હોય, તેમ મંજૂરી માટે તત્પર છે. પોતાના દેશના નાગરિકોને સૌ પ્રથમ રસી મળે અને હકારાત્મક પ્રભાવ પડે તેવો દરેક સરકાર પ્રયાસ કરી રહી છે. પરંતુ સુરક્ષા અને સલામતીનાં પ્રશ્ન વચ્ચે આ પ્રકારની હરિફાઈ અને રાષ્ટ્રવાદ કોરોનાનું આયુષ્ય વધુ લંબાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.