મનગમતી સુંદરતા મેળવો આ શાકભાજીના સેવનથી

રોજિંદા જીવનમાં આપણે અનેક શાકભાજીનું સેવન કરતાં હોય છીએ. ત્યારે દરેક શાકભાજી તેના ગુણોથી ભરપૂર હોય છે. ત્યારે આજે એવજ એક લીલા શાકભાજી જેને ગુજરાતીમાં દૂધી કહયે છીએ અને હિન્દીમાં લૌકિ તરીકે ઓળખાય છે. તે ખૂબ ગુણકારી તેમજ ઉપયોગી છે.સમય સાથે સુંદરતાના અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. ત્યારે આ સુંદરતાના અનેક સવાલ આ એક દૂધી દૂર કરી શકે છે. તેના વિવિધ ઉપયોગ તમને અવશ્ય અનેક લાભ આપી શકે છે.

વાળ ધોવોમાં કરો ઉપયોગ

દરેક વ્યક્તિ એક અઠવાડીયામાં અનેકવાર પોતાનો વાળ ધોતા હોય છે. ત્યારે આ દૂધીને કટકા કરી તેને દહી સાથે ભેળવી અને તેનું એક ખૂબ વાળ માટે ગુણકારી એક હેર પેકણો  ઉપયોગ કરો વાળ અવશ્ય ખરતા અટકશે તેમજ તમારા વાળ એકદમ સિલકી પણ બનશે.

તેનો રસ પીવો

સમય તેમજ વધતી ઉમર સાથે અનેક પાચન ક્રિયા તેમજ વધતાં શરીરના અનેકને પ્રશ્ન થતાં હોય છે. ત્યારે દરેક વ્યક્તિએ સવારે ઉઠીને કઈ વસ્તુ ખાધા પીધા વગર આ દૂધીના રસ પીવો. આ એક રસ તમારી પાચન ક્રિયા તેમજ તમારા વજનને અવશ્ય વધારતા અટકાવશે.

ઠંડક આપશે

દરેક વ્યક્તિ પોતાના સ્ટ્રેસ તેમજ તેની દિનચર્યા માંથી થોડી શાંતિ જોતી હોય છે. ત્યારે આ દૂધીના કટકા જેમ કાકડીની પાર્લરમાં ફેસપેક તેમજ સ્પામાં  અનેક જગ્યાએ લેવાતા હોય છે. તેમ તમે જો ઘરે આ દૂધીના કટકા આવીજ રીતે દિવસમાં સવારે કે સાંજે એકવાર તેના બે કટકા કરી તેને આંખ પર રાખો તેનાથી ઠંડક તેમજ તાજગી લાગશે.

ફેસિયલ કરો

દૂધીના કટકા કરી તેને મિક્ષરમાં પાણી નાખી  તેની એક પેસ્ટ બનાવો અને તેની સાથે ફૂદીનો ઉમેરો આ બન્નેમાં એંટિઓક્સિડેંટનું પ્રમાણ વધુ હોય છે જે તમારા ચેહરામાં વધુ નિખાર આપશે. ત્વચાની અનેક સમસ્યા જેમાં ડાર્ક સ્પોટ તેમજ ખીલનું સમાધાન આપશે. આ પેસ્ટને અડધી કલાક રાખો ત્યારબાદ તેને ધોવો.

અનેક સુંદરતાના ઉપાય  તેમજ સમાધાનનું નિરાકરણ આપશે. આ એક ખૂબ ઉપયોગી શાકભાજી જે રોજિંદા જીવનમાં કરો શમાવેશ અને મેળવો શરીરને થતાં અનેક લાભથી મનગમતી સુંદરતા મેળવો.

Loading...