નકામા વોટ્સઅપ નોટિફિકેશનથી મળશે છુટકારો: આવી રીતે કામ કરશે નવું ફીચર

વિશ્વભરમાં કરોડો વપરાશકર્તાઓ લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપનો ઉપયોગ વધ્યો છે જો કે, એવું પણ નથી હોતું કે વ્યક્તિ આખો દિવસ વોટ્સએપમાં રચ્યો પચ્યો રહે. અથવા તમે દરેક લોકોના મેસેજનો જવાબ આપવા માંગતા હોવ. ઘણી વખત મેસેજને નજરઅંદાજ કરવા પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ તરફથી આવતા મેસેજની નોટિફિકેશન પરેશાન કરે છે. ઘણી વખત તમારે ઓફીસના કર્મચારીઓ અથવા કુટુંબિક ગ્રુપમાં રહેવું પડે છે, જેના બધા મેસેજ તમારા માટે ઉપયોગી નથી. આવી સ્થિતિમાં, એપ્લિકેશન પર મ્યુટનો વિકલ્પ જોવા મળે છે અને હવે તેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

વોટ્સએપનો વપરાશકર્તાઓ ટૂંક સમયમાં બાકીના લોકોને કાયમ માટે વોટ્સએપ પર મ્યૂટ કરી શકશે. હમણાં સુધી વપરાશકર્તાઓ પાસે 8 કલાક, એક દિવસ અથવા એક વર્ષ સુધી પણ વપરાશકર્તા અથવા ગ્રૂપને મ્યૂટ કરવાનો વિકલ્પ હતો. હવે આ યાદીમાં એક નવો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે અને તેનું નામ મ્યુટ એલ્વેઝ છે. હાલમાં આ સુવિધાની બીટા વર્જનના વપરાશકર્તાઓ સાથે પ્રાયોગિક ધોરણે આપવામાં આવી છે અને તે આગામી કેટલાક અઠવાડિયામાં દરેક માટે ઉપલબ્ધ થઈ જશે.

Loading...