Abtak Media Google News

જેમ્સ અને જવેલરી ક્ષેત્ર માટે સૌથી મહત્વની જાહેરાત: ર લાખ સુધીની ખરીદી પર પાન કાર્ડ આપવું પડશે નહીં: જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

સોનાની ખરીદીમાં હવે પાન કાર્ડથી છુટકારો મળ્યો છે કે લોકોને હવે હાશકારો મળ્યો છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે સૌથી મહત્વની જાહેરાત જેમ્સ અને જવેલરી ક્ષેત્ર માટે કરાઇ છે. હવે બે લાખ સુધીની ખરીદી  સુધી પાન કાર્ડ આપવું પડશે નહીં. શુક્રવારે નાણાપ્રધાન અ‚ણ જેટલીના વડપણ હેઠળ મળેલી જીએસટી કાઉન્સીલની રરમી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

જેમ્સ અને જવેલરીની ખરીદી વખતે પાન કાર્ડ આપવાનું ફરજીયાત કરતું જાહેરનામુ ઓગસ્ટમાં બહાર પડાયું હતું ત્યારે જેમ્સ અને જવેલરી સેકટરને પી.એમ.એલ.એ. એકટ હેઠળ આવરી લેવામાં આવી છે.

સરકારે ઓગસ્ટમાં જારી કરેલા જાહેરનામા થકી જેમ્સ અને જવેલરી સેકટરના વેપારીઓને સમસ્યા થતી હતી. આ સેકટરના પ્રતિનિધિઓએ કે.વાય.સી. (કનો યોર કસ્ટમર્સ) પાન કાર્ડના નિયમથી વેચાણ પ્રભાવિત થતું હોવાની સંબંધકર્તા ડીપાર્ટમેન્ટમાં રજુઆત કરી હતી અને પાનકાર્ડને લગતા જાહેરનામામાં છુટછાટ આપવા અગર જાહેરનામુ પરત ખેંચવા માગ કરી હતી.

હવે ટેકસ સેકટરના નિષ્ણાતો કહે છે કે સરકારે સમયસર નિર્ણય કર્યો છે કેમ કે – આનાથી દીવાળીના તહેવારો ટૂકડા છે ત્યારે જેમ્સ એન્ડ

જવેલરી સેકટરના વેચાણમાં બેફામ વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.