Abtak Media Google News

નેટકલીકસની સીરીઝ સ્ટ્રેન્જર થીંગ્સની અસલી દુનિયાનો થ્રીલ અપાવશે યુનિવર્સલ સ્ટુડીયોની હેલોવેન ઉપર હોરર નાઇટસ

હેલોવેનને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કેટલાય લોકોએ તો હેલેવિન પાર્ટીના સ્ક્રેરી ડ્રેસીસ પણ તૈયાર કરી લીધા હશે. નેટફબીકસ પર હાલ હોરર નાઇટની સ્ટ્રેન્જર થીગ્સ સીરીજ ખુબ જ પ્રખ્યાત બની છે. તેના ઉપરથી સિંગાપુરમાં આવેલા યુનિવર્સલ સ્ટુડીયોને પણ હેલોવેન પાર્ટી માટે તૈયાર કરી લેવામાં આવ્યું છે. સિંગાપુરને રિસોર્ટનું વિશ્ર્વ કહેવામાં આવે છે. એવા લકઝુરીયસ સીટી સેન્ટોસામાં થીમ પાર્ક બનાવાયું છે.

જો તમે પણ ડરના મના હૈ… એવું માનતા હોય તો એક વખત ભુતીયા થ્રીલનો અનુભવ કર્યા બાદ ડર લાગી જ જશે. યુનિવર્સલ સ્ટુડીયોના પાર્કમાં પાંચ હોન્ટેડ હાઉસ, ત્રણ કીલર લાઇવ શો, અને ર સ્કેર ઝોનનું નિર્માણ કરાવાયું છે.

ત્યાં તમે પ્રખ્યાત વિશાજ, લિજેન્ડ પોનીપાનાક, વેમ્પાયર લેડન સિક્રેટ રુમમાં રોમાંચ મળશે. નેટફલીકસની સીરીઝમાં પ્રખ્યાત પાંચ સ્ટોરીલાઇન ઉપરથી સીન પણ બનાવવામાં આવ્યા છે. હેલોવેન નજીક આવતા થ્રીલનું પ્રમાણ વધી જશે.

હેલોવેન નાઇટ પશ્ર્ચિમી સંસ્કૃતિના ક્રિસ્ચનો દ્વારા  ઉજવાતો તહેવાર છે ૩૧મી ઓકટબરની રાત્રે આ તહેવારમાં લોકો ભુતના વેશ ધારણ કરીને સેલીબ્રેટ કરે છે. લોકોનું માનવું છે કે જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી ભેદરેખા છે જેમાં હેલોવેનની રાત પ્રવેશે છે. માટે લોકો લોહીલુહાણ વિચિત્ર વસ્ત્રો સાથે ભુતના અવતાર ધારણ કરે છે અને તેની પાછળની માન્યતા છે કે જીવનમાંથી તમામ દુષણો દુર થાય.

મોટાભાગે આ તહેવાર ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, કેનેડા, અમેરિકા, આયરલેન્ડ અને પ્યુતોરિકામાં ઉજવવામાં આવે છે પણ વર્તમાન સમયમાં ભારતમાં પણ હેલોવેન પાર્ટીઓ યોજાવા લાગી છે. પ્રથમ વખત યુનિવર્સલ સ્ટુડીયોએ ટીવી સીરીયલ સાથે ટાઇ અપ કર્યુ છે. જેને કારણે આ થીમ પાર્કમાં વધુ થ્રીલ આવશે રોમાંચકમાં વધારો કરવા માટે થીમેટીક રુમો બનાવાયા છે જેમાં ભુતીયા મહેમાનોને ડેટ કરી શકાશે જે એશીયામાં બેસ્ટ હેલોવેન સેલિબ્રેશન બનશે.

આ વખતે ચીની વેમ્પાયરોનું રહસ્ય પણ ત્થા જોવા મળશે જે સદીઓ પહેલાનું રહસ્ય છે. અને હજુ પણ લોકોને તેના ભનાયક સપનાઓ આવે છે જાપાનની ધોસ્ટ યોત્સુયા અને પોન્ટીયાનાક પણ જોવા મળશે જોવાલાયક ઇવેન્ટ ઉપરાંત અહી થ્રીલીંગ રાઇડ પણ મળી રહેશે જે તમારા રુવાટા ઉભા કરી દેશે.

પૌરોણીક કાળથી લઇને કરંટ સુધી તમામ પ્રખ્યાત ભુતોની ઝાંખી યુનિવર્સલજના થીપ પાર્કમાં તમને ચોકકસથી ડરાવશે. અહી ડેડ ટેન્ક પણ મુકવામાં આવ્યા છે. તો પ્રખ્યાત ઝોમ્બીને કઇ રીતે ભુલી શકાય તેમને આ થીમ પાર્ક એવો જ અનુભવ કરાવશે જાણે તમે નેટફલીકસની દુનિયાના ભયાનક સ્ટ્રેન્જર થિગ્સ  ના વિશ્ર્વમાં ચાલ્યા ગયા હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.