જય રઘુવીર વેવીશાળ માહિતી કેન્દ્ર દ્વારા રવિવારે પરિચય મેળો

50

પાંચ પાંચ પરિચય મેળાની બેહદ સફળતા બાદ જય રઘુવીર વેવીશાળ માહિતીકેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા રાજકોટમાં તા.૨૯-૧૨-૨૦૧૯ને રવિવારના રોજ રાજકોટ ખાતે ચોથો અને કેન્દ્રનો છઠા પરિચય મેળાનું સુંદર મજાનું આયોજન કેસરીયા લોહાણા મહાજન વાડી (એ.સી.હોલ) કે.કે.વી ચોક પાસે સેમસન પ્લાઝા વાળી શેરી કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ પરિચય મેળાને સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઈની રઘુવંશી સંસ્થાઓ તથા મહાજનનો ભારે જહેમત  ઉઠાવી રહ્યા છે આ પરિચય મેળામાં અત્યાર સુધામાં આશરે ૨૦૦ ઉપરાંત એન્ટ્રીઓ આવી ચુકેલ છે.આ પરિચય મેળામાં દિકરીઓની ફી તદ્દન નીશુલ્ક રાખવામાં આવેલ છે.અને આ પરિચય મેળાનાં ફોર્મ પરત લેવાની તારીખ ૧૭-૧૨-૨૦૧૯ સુધી રાખવામાં આવેલ  છે.

આ લગ્ન વિષયક સમારોહમાં ભાગ લેવા ઈચ્છતા વડીલોએ વિશેષ માહિતી માટે જય રઘુવીર વેવીશાળ માહિતી કેન્દ્રના સંચાલક નરેન્દ્રભાઈ પુજારા મો.નં.૯૯૭૯૨૧૯૦૪૮ તથા સુનીતાબેન પુજારા મો.નં.૯૫૧૨૪૪૨૯૮૮ ઉપર સંપર્ક કરવા.યાદીમાં જણાવ્યું છે. આ પરિચય મેળામાં લગ્ન વિષયક ડીરેકટરી પણ બહાર પાડવામાં આવનાર છે.તેવુ નરેન્દ્રભાઈ -પુજારા, હરેશભાઈ – કોટક, કીરીટભાઈ-કેશરીયા, હેમંતભાઈ -વસાણી, ભુપેન્દ્રભાઈ -ઉન્ડકર, અમરશીભાઈ-રૂધાણી, રાજુભાઈ-જોબલપુત્રા, જયંતભાઈ-બુધ્ધદેવ, નરેન્દ્રભાઈ -તન્ના, કમલભાઈ-ભાયાણી, રાજુભાઈ-સેજપાલ, પીયુષભાઈ-તન્ના, બ્રીજેશભાઈ-શીગાળા અને યોગેશભાઈ રાડીયાએ જણાવ્યુ હતું.

Loading...