Abtak Media Google News

પટોળા, બાંધણી, અજરાખ, રોગાન, એમ્બ્રોડરી, સુઝણી, પેચવર્ક, સહિતની વસ્તુઓમાં વિશાળ કલાત્મક વેરાવટી ઉપલબ્ધ

ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલાએ આજે દુનિયાભરમાં સન્માન સ્થાન મળ્યું છે. વંશપરંપરાગતથી ચાલી આવતી હાથશાળ અને  હસ્તકલા ગુજરાતની સંસ્કૃતિમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણા ગુજરાતની બાંધણી, પટોળા સાડી, પીઠોરા પેઇન્ટીંગ, જરદોશી વર્ક ટ્રેડીશ્નલ રોગાન આર્ટ સહિતની કલાનું લાઇવ ડેમો સાથેનુ પ્રદર્શન રેસકોર્સના શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે તા ૧૮ સુધી કરવામા આવ્યુ  છે. આ તકે બહોળી સંખ્યામા રાજકોટની રંગીલી જનતા પદર્શન નિહાળવા તથા ખરીદી કરવા આવ્યા હતા.

‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન ઇવેન્ટ કો ઓર્ડિનેટર રણવીરભાઇ સીસોદીયાએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારના ગરવી ગુર્જરીના માઘ્યમથી તા.૧૪ થી ૧૮ ના દરમ્યાન હસ્તકલ પ્રદર્શન રાખવામા આવ્યુ છે

Vlcsnap 2020 02 15 09H56M42S251

આ પ્રદર્શનમાં ગુજરાતના છેવાડાના આદિવાસી મિત્રો, કારીગર મિત્રો, જેમની પાસે હેન્ડલુમ, હેન્ડીકાફટની કળાનો વારસો છે તે તમામ લોકો રાજકોટમાં પાઁચ દિવસ માટે આવેલ છે તેઓ લાઇવ પ્રોડકટ બનાવી રહયા છે. આપણા રાજયની લુપ્ત થતી કળાઓનું પ્રદર્શન કરેલ છે જેમા તમે સુજની કાફટ જે ભરુચથી છે ભૂજથી આવેલ રોગાન આર્ટ રોગાન આર્ટની વાત કરું તો તે વંશ પરંપરાગત ચાલતી આર્ટ છે. હવે તેના એક કે બે જ પરિવાર છે જે રોગાન આર્ટ કરે છે તેને અમે પ્રમોટ કર્યા છે. હું બધા લોકોને જણાવીશ કે આપણી કોમ્પ્યુટર, લેપટોપની દુનિયાથી બહાર નીકળી પરિવાર સાથે હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લો અને કારીગરોએ બનાવેલ કલાને જોવો, માણો અને સમજો કે આપણી વિરાસત, આપણું હેરીટેજ આપણી કળા વારસો કેટલો ભવ્ય છે. આ તમામ વસ્તુને આપણે આવનાર પેઢી સુધી પહોચાડીએ તો આપણા બધાની જવાબદારી છે. તે માટે તા. ૧૬ ના રોજ આપણા જ કારીગરો બનાવેલી વસ્તુઓ, ડીઝાઇન લેટ પ્રોડકટોનું ક્રાફટ ફેશન શો યોજાનાર છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ભુજથી આવેલ ટ્રેડીશ્નલ રોગાન આર્ટના કારીગર મહોમદ અલી ખત્રીએ જણાવ્યું હતું કે, રોગાન શબ્દ એ પશુઅન શબ્દ છે. જેનો અર્થ ઓઇલ બેઝ થાય છે. તે અમે એરંડાના તેલમાંથી બનાવીએ છીએ.

Vlcsnap 2020 02 15 09H57M13S28

એરંડાના તેલને ગરમ કરી તેની બે દિવસ પ્રોસેસ  બાદ ઠંડા થયા બાદ જેલી જેવું બને પેસ્ટની અંદર અલગ અલગ કલર મીકસ કરી જેમાં અમુક માટીની ગાંઠો, અમુક પાઉડર ફોમમાં આવે તેને પાણી સાથે ગ્રાઇન્ડ કરી રોગાનને મિકસ કરવામાં આવે. તેની ખાસીયતએ છે કે કાપડ પર તેનું ડ્રાઇન્ગ નથી હોતું, ઇમેજીનેશન ઉપર ડાઇરેકટ ફ્રી ડેન્ડ વર્ક જ કરીએ છીએ રોગાન આર્ટ ૩૦૦ વર્ષનો ઇતિહાસ અમારા ગામ અને અમારા જ ફેમીલીનું છે. અત્યારે આઠમી પેઢી કામ કરી રહી છે. અમે હાલમાં ૧૦ મેમ્બર આ કામ કરી રહ્યા છીએ. ઇ.સ. ૧૯૮૫ માં રોગાન આર્ટ ફોમમાં તેને ઇમ્યુવ કર્યુ તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી હતા. તે આવનાર ડેલીગેશનને અમારું આર્ટીકલ ગીફટ કરતા ૨૦૧૪માં તેઓ અમેરીકા ગયા હતા. ત્યારે ઓબામાને પણ અમારું જ આર્ટીકલ ગીફટ કર્યુ હતું. તે મારા મોટાભાઇ ગફુરભાઇએ જ બનાવ્યું હતું આજે તો રોગાન આર્ટ ખુબ જ પ્રચલિત થઇ ગયું છે. રોગાન આર્ટમાં અમે ડેકોશન પીસ, ફ્રી સ્ટાઇલમાં ઉપરાંત ડેકોશન પીસ, ફ્રી સ્ટાઇલમાં ઉપરાંત કૂર્તા મટીરીયલ, સ્ટોલમાં વુલન, કોટન, સીલ્ક પર ડીઝાઇન બનાવીએ ડોડીસ પર્સ વગેરે બનાવીએ અહિંના લોકો કલા પ્રેમી છે અને અમારી કલાની કદર કરે છે કલાના જાણકાર છે તેથી ખુશી થાય છે.

‘અબતક’સાથેની વાતચીત દરમિયાન પટોળાના કારીગર મકવાણા જતીનભાઇએ જણાવ્યું હતું કે, અમે  ઇ.સ. ૧૯૪૭થી પટોળાની તાલીમ વિરાણી હાઇસ્કુલ પાસે લીધેલ હતી.

Vlcsnap 2020 02 15 09H57M37S18

અલગ અલગ ડિઝાઇન જેમાં નવરત્ન, હાથી પોપટ, માણેક ચોક જેવી ડીઝાઇનમાં પટોળું બને છે એક એક તારથી પટોળાનું વણાટ કામ થાય છે. અલગ અલગ પ્રસંગીત કલરોનું કામ કરવામાં આવે. પટોળુ એ પવિત્ર કહેવામાં આવે પાટણના રાજા કુમારપાળ તેમનું હતું. તે નવરત્ન ડિઝાઇન તેઓ પુજામાં બેસતા ત્યારે તે પટોળાનો ઉપયોગ કરતા હતા. અત્યારે પણ લોકો પટોળાને એટલું જ પસંદ કરે છે જેવું પહેલા કરતા હતા. આજે હસ્તકલા પ્રદર્શનમાં અમે લાઇવ ડેમો પણ બતાવીએ છીએ અને લોકો ખરીદી પણ કરી રહ્યા છે.

વિવિધ કલાઓનું લાઇવ ડેમો સાથે થાય છે વેચાણ: પૂર્વીબેન ભીમાણી

Vlcsnap 2020 02 15 09H57M56S208

‘અબતક’સાથેની વાતચીત દરમિયાન પૂર્વીબેન ભીમાણીએ જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે હસ્તકલા પ્રદશનનું તા.૧૪ થી ૧૮ દરમિયાન આયોજન થયું છે. જેમાં આપણાં ગુજરાતનો ઐંતિહાસિક વારસો કલાને ઉજાગર કરતું પ્રદર્શન જેમાં બાંધણી, પટોળા, રોગાન આર્ટ સહીતની કલાનું લાઇવ ડેમો સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે. સાથો સાથ આપણા ગુજરાતી સાહિત્ય આપણા લોકગીતો પણ રજુ કરવામાં આવેલ છે તો આપ સૌ પધારો અને કારીગરોને પ્રોત્સાહીત કરો તેમની કલાને બીરદાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.