Abtak Media Google News

આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ લોન્ચ કર્યો જીયો ફોન: રૂ.૧૫૦૦ની ડિપોઝીટ ૩ વર્ષ બાદ પરત મળશે: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ૪૦ વર્ષમાં ૧૦ હજાર ટકાનો ગ્રોથ: માર્કેટ કેપ ૧૦ કરોડથી વધી ૫ લાખ કરોડ થઈ ગઈ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૦મી એજીએમમાં મુકેશ અંબાણીએ મફતમાં ૪-જી ફોન આપવાની જાહેરાત કરી સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ૪-જી ફિચર ફોન માટે રૂ.૧૫૦૦ ડિપોઝીટ લેવામાં આવશે. જો કે આ ડિપોઝીટ ૩ વર્ષમાં ગ્રાહકને પરત આપી દેવાશે.

એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૪૦ વર્ષમાં દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો ૩ કરોડથી વધીને ૩૦ હજાર કરોડ થઈ ગયો છે. એટલે નફામાં ૧૦ હજાર ટકાનો ગ્રોથ થયો છે ! કંપનીની માર્કેટ કેપ પણ આ સમયગાળા દરમિયાન ૧૦ કરોડથી વધીને ૫ લાખ કરોડ ‚પિયા થઈ ગઈ છે. આ ફોનનું નામ ‘ધી જીઓ ફોન’ રાખવામાં આવ્યું છે. જેમાં કંપની અનલીમીટેડ ડેટા અને વોઈસ કોલ વિનામુલ્યે આપશે. ૧૫મી ઓગષ્ટથી આ ફોન ટેસ્ટીંગ માટે

ઉપલબ્ધ થશે અને બુકિંગ ૨૪ ઓગષ્ટથી શ‚ થશે. વહેલા તે પહેલાના ધોરણે આ ફોન અપાશે. અગાઉ જીઓએ ધમાકેદાર એન્ટ્રીલઈને અન્ય ટેલીફોન કંપનીઓને ધુળ ચાટતી કરી દીધી હતી. એકદમ સસ્તા દરે લોકોને ૪-જી ડેટા અને વોઈસ આપી ટેલીકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી હતી. ગ્રાહકો જીઓના કારણે ખૂબ જ મોંઘા ચાર્જ ચૂકવવાથી બચી ગયા હતા. હવે ફિચર ફોન ક્ષેત્રે જીઓ ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. આ જીઓ ફોન ૪-જી ટેકનોલોજી આધારિત છે. ફોનના લોન્ચીંગ સમયે અંબાણીએ કહ્યું હતું કે, વસ્તુ વિનામુલ્યે આપવાથી તેનો ગેરઉપયોગ થવાનું જોખમ રહે છે એટલા માટે સિકયુરીટી ડિપોઝીટનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોન વહેલા તે પહેલા ધોરણે મળશે. દર સપ્તાહે કંપની ૫૦ લાખ લોકો સુધી જીઓ ફોન પહોંચાડવાનું લક્ષ્ય લઈને ચાલી રહી હોવાનું અંબાણીએ ઉમેર્યું હતું. આ ફોન સાથે માત્ર રૂ.૧૫૩માં અનલીમીટેડ કોલીંગ અને ડેટા પેકની સુવિધા રહેશે. જીઓ ૨૪ ‚પિયામાં બે દિવસનો પ્લાન અને ૫૪ ‚પિયામાં સાપ્તાહિક પ્લાન આપી રહ્યું છે.

અંબાણીના જીઓના ફોનમાં ધન ધના ધન ૩૦૯નું રિચાર્જ કરનારને કેબલ ટીવીની સુવિધા મળશે. જીઓ ફોન ટીવી સાથે જોડી ગ્રાહક દરરોજ ૩ થી ૪ કલાક ઈન્ટરનેટ ટીવી નિહાળી શકશે અને પસંદગીના વિડિયો પણ જોઈ શકશે. પરિણામે જીઓધીમે ધીમે ટીવી ક્ષેત્રે પણક્રાંતિ લઈ આવશે.

સસ્તા અને સ્માર્ટ જીયોફોન ૨૨ ભાષાઓમાં કમાન્ડ સમજી શકશે જેનાથી ભાષાની સીમા લોકોને નડશે નહી. ઉપરાંત ૫ નંબરનાં બટનને થોડા સમય સુધી દબાઈ રાખવાથી સેન્ડ નંબર ઉપર એલર્ટ જશે. જેમાં તે નંબરનું લોકેશન પણ હશે આ ફોન ફોર જી વોલ્ટી ટેકનોલોજી આધારીત હશે.

આકાશ અંબાણીએ જીઓ ફોનમાં વંદે માતરમ્ સંભળાવી ફોનના મ્યુઝિક ફિચરની જાણકારી આપી છે. આ ઉપરાંત ટ્રેલર બતાવી જીઓ સીનેમા ફિચર્સ વિશે લોકોને સમજાવ્યું હતું. જીઓ ફોન ઉપર ઈમરજન્સી કોલ કરીને પોલીસ તથા અન્ય એજન્સીઓને કોલરના  લોકેશન અંગે પણ જાણકારી આપી શકાશે. આ તકે આકા  અંબાણીએ વડાપ્રધાન મોદીના ડિજિટલ ટેકનોલોજી તરફન પોઝીટીવ વલણના પણ વખાણ કર્યા હતા. આકાશ  અંબાણીએ વડાપ્રધાન મોદીના મન કી બાતનો    કેટલોક હિસ્સો પણ સંભળાવ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સમૂહની ૪૦મી વર્ષગાંઠ પર સામાન્ય સભામાં કરેલી જાહેરાતે ગ્રાહકોને ખુશ-ખુશાલ કરી દીધા છે. જીઓ ફોનના લોન્ચીંગ પ્રસંગે સ્વ. ધી‚ભાઇ અંબાણીની સિદ્ધિઓનો ઉલ્લેખ થતા કોકીલાબેન ભાવુક બની ગયા હતા. તેમની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી.

મોબાઈલ ડેટા ઉપભોકતાઓનાં મામલે ભારતે અમેરિકા અને ચીનને પછડાટ આપી છે. જીયોના લોન્ચીંગ પહેલા ભારત મોબાઈલ બ્રોડબેન્ટના મામલે ૧૫૫માં સ્થાને હતો. પરંતુ હવે ભારત મોબાઈલ ડેટા યુઝ બાબતે પ્રથમ નંબરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.