અન્ય નેટવર્કના ગ્રાહકોને આકર્ષવા ‘જીયો’ હવે પોષ્ટ પેઇડ ગ્રાહકોની ડિપોઝિટ નહીં લે

વણ વપરાયેલો ડેટા બીજા માસે વાપરી શકાશે

દેશભરમાં ૩૩ કરોડ ગ્રાહકો સાથે ટોચ પર પહોચેલા ‘જીયો’ નેટવર્ક પ્રિ-પેઇડ ગ્રાહકોમાં મેદાન માર્યા બાદ હવે પોસ્ટ પેઇડ ગ્રાહકોને આકર્ષવા ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે. પોષ્ટ મેઇડ ગ્રાહકોને આકર્ષવાના અભિયાનના ભાગરૂપે અન્ય મોબાઇલ નેટવર્કના પોસ્ટ પેઇડ ગ્રાહકો ‘જીયો’ માં આવે તો તેને કોઇ સલામતિ ડીપોજિટ ભરવાની રહેશે નહીં તેમ જીયોએ જણાવ્યું હતું. જીયો એ જણાવાયું હતું કે અન્ય મોબાઇલ નેટવર્કના પોસ્ટ પેઇડ ગ્રાહકો જેમને જે કંઇ ક્રેડિટ લીમીટ છે તે સાથે જ જીયો નેટવર્કમાં આવકારવામાં આવશે.

આ ઉ૫રાંત જે તે મોબાઇલ ગ્રાહકને પોતાના નકકી કરાયેલા માસિક વપરાશના ‘ડેટા’ ની બચત થશે તે આગલા માસમાં વાપરી શકાશે તેવી પણ છુટ આપવામાં આવશે. જીયો પોસ્ટ પેઇડ મોબાઇલ માટે પ૦૦ જીબી ડેટ આપે છે. ઉપરાંત નેટ ફિલકસ એમેઝોન અને વિજળી હોટસ્ટાર પણ બંડલમાં આપી રહ્યું છે. અન્ય નેટવર્કના ગ્રાહકો આ માટે જીયોના વોટસઅપ નંબર પર પોતાના વર્તમાન નેટવર્કના પોષ્ટ પેઇડ બીલને અપલોક કરી જીયો સાથે જોડાઇ લાભ મેળવી શકે છે તેમ જણાવાયું છે. જીયો નેટવર્ક દેશભરમાં ૩૩ કરોડ મોબાઇલ ગ્રાહકો સાથે ટોચના સ્થાને છે.

Loading...