Abtak Media Google News

રિલાયન્સ જીઓએ પોતાના પ્રાઇમ કસ્ટમર્સ માટે નવી ઓફરની જાહેરાત કરી છે. જો કે આ  કેશબેક ઓફર છે અને આ જીઓ પ્રાઇમ માટે ગ્રાહકો માટે છે. કંપની મુજબ રૂ. 399 અથવા તેનાથી વધુ રિચાર્જ પર ગ્રાહકોને 2,599 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે.

રિલાયન્સ જિઓ 399 રૂપિયા અથવા તેનાથી વધારે રિચાર્જ પર 400 રૂપિયાનુ કેશબેક વાઉચર આપશે. આ ઉપરાંત રિલાયન્સ જીઓએ ડિજિટલ વૉલેટ સાથેની સાથે પાર્ટનરશિપ કરી છે, જેમાં દરેક રિચાર્જ પર 300 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવશે.

રિલાયન્સ જિયોએ આ કેશબેક ઓફર માટે લિડીંગ ઇ-કોમર્સ કંપનીઓ સાથે પણ પાર્ટનરશીપ કરી છે. અને તેના દ્વારા કંપની દરેક રિચાર્જ પર 1,899 રૂપિયાનું કેશબેક વાઉચર આપશે. પાર્ટનરશીપ વૉલેટ માં એમેઝોન પે, પેટીએમ, મોબિક્વિક, ફોન પે, એક્સિસ પે અને ફ્રીચાર્જ નો સમાવેશ થાય છે જ્યાંથી તમે કૅશબેક લઈ શકો છો.

આ ઉપરાંત રિલાયન્સ જીયો સ્પેશલ વાઉચર દ્વારા ઇ-કૉમર્સ પાર્ટનર જેવા કે એજીયો, યાત્રા ડોટ કોમ અને રિલાયન્સ ટ્રેન્ડ પર વાઉચર રીડીમ કરી શકે છે. જિયો પ્રાઇમ કસ્ટમર્સને યાત્રા ડોટ કોમ દ્વારા બુક કરેલ ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર 1000 રૂપિયા ઓફ મળશે.

રિલાયન્સ ટ્રેડ્સ દ્વારા શોપિંગ કરવાથી પ્રાઇમ કસ્ટમર્સને 1,999 રૂ. ની ખરીદી પર 500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

AJIO ની વેબસાઈટ પર શોપિંગ કરવા વાળા રિલાયન્સ જીઓ પ્રાઇમ કસ્ટમર્સને 1,500ની ખરીદી પર 399 રૃપિયાનું વાઉચર મળશે.

કંપની મુજબ બધા જ પ્રાઇમ ઑફર્સ 10 નવેમ્બર થી 25 નવેમ્બર સુધી વેલિડ હશે. જીઓ કેશબેક વાઉચર 50 રૂ. ના 8 ટોકને હશે જે માય જીઓ એપ પર મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.