Abtak Media Google News

કેલીફોર્નિયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, સ્ટેન્ડફોર્ડ, યેલે અને ર્નોથ વેર્સ્ટન યુનિવર્સિટી સહિતની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓનો જીઓની ગ્લોબલ એડવાઈઝરી કાઉન્સીલમાં સમાવેશ

વિશ્વના શિક્ષણ ક્ષેત્રમાં પણ હવે જીઓ ડંકો વગાડવા જઈ રહ્યું છે. ભારતીય ટેલીકોમ ક્ષેત્રમાં પોતાનું નામ ટોચના ક્રમે નોંધાયા બાદ હવે શિક્ષણ જગતમાં પણ જીઓ ઈન્સ્ટિટયુટ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે. વર્તમાન સમયમાં જીઓ ઈન્સ્ટિટયુટ દ્વારા ગ્લોબલ એડવાઈઝરી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જેમાં વિશ્વની ટોચની યુનિવર્સિટીઓના નામાંકીત સભ્યોનો સમાવેશ કરાયો છે. આ યુનિવર્સિટીમાં એકેડમીક સેશન ૨૦૨૧થી શરૂ થશે. શિક્ષણ માટે જીઓ ઈન્સ્ટિટયુટ દ્વારા ૧૦૦૦ કરોડની પ્રારંભીક તબકકે ફાળવણી થઈ છે.

રિલાયન્સ ગ્રુપ દ્વારા જીઓ ઈન્સ્ટિટયુટ માટે ઘડવામાં આવેલી ગ્લોબલ એડવાઈઝરી કાઉન્સીલમાં કેલીફોર્નિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના પ્રેસીડેન્ટ જીનલો ચેમાઉ, યેલે યુનિવર્સિટીના પૂર્વ પ્રમુખ રિક લેવીન, સીંગાપોરની નન્યાંગ ટેકનોલોજી યુનિવર્સિટીના સુબ્રા સુરેશ અને સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીના ઉપપ્રમુખ માઈકલ કેલર તેમજ સાઉદીની ફયુચરાસ્ટીગ હેબીટેગ પ્રોજેકટના સીઈઓ નધમી અલ નસર સહિતનાનેસ્થાન અપાયું છે. આ ઉપરાંત ર્નોથ વેસ્ટ યુનિવર્સિટીના વિનાયક દેવીનો પણ સમાવેશ ગ્લોબલ એડવાઈઝરી કાઉન્સીલમાં થયો છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

આ ઉપરાંત ગ્લોબલ એડવાઈઝરી કાઉન્સીલમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નિતા અંબાણી અને પુત્રી ઈશા અંબાણી સહિતના પણ સમાવિષ્ટ છે. ટાટા ટ્રસ્ટના પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી આર.વેંકટરામન જેવા જાણીતા ચહેરાની સાથે અમદાવાદની સીઈપીટી યુનિવર્સિટીના પ્રમુખ બિમલ પટેલ અને ગ્રુકિંગ ઈન્ડિયાના ચેરમેન, હ્યુમન રિસર્ચ ડેવલોપમેન્ટ મિનીસ્ટ્રીના પૂર્વ સેક્રેટરી વિનયશીલ ઓબોરોયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જીઓ ઈન્સ્ટિટયુટ ચાન્સેલર તરીકે આર.એ.મસહેલ્કર તેમજ વાઈસ ચાન્સેલર તરીકે દિપક જૈન અને પ્રદિપ ફોસલાનો સમાવેશ થયો છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવી મુંબઈ ખાતે ૪૦,૦૦૦ સ્કવેર ફૂટમાં કેમ્પસનું નિર્માણ થશે. જૂન મહિનામાં જીઓ ઈન્સ્ટિટયુટના ધીમા કામકાજ બદલ ઠેર-ઠેરી ટીકા કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ જીઓ ઈન્સ્ટિટયુટ માટે ગ્લોબલ એડવાઈઝરી કાઉન્સીલની તાબડતોબ રચના થયા બાદ આ ક્ષેત્રમાં પોઝીટીવ રિવ્યુ આવ્યા છે. જીઓના પ્રથમ એકેડમીક વર્ષમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ક્ષેત્રે ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ચલાવાશે. આ ઉપરાંત ડેટા સાયન્સ, ડિજીટલ મીડિયા અને માર્કેટીંગ કોમ્યુનિકેશનનો કોર્ષ પણ શરૂ થશે.  એકંદરે જીઓ વિશ્વના શિક્ષણ ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.