Abtak Media Google News

લોકલ ટેરિફમાં અનલીમીટેડનો ટ્રેન્ડ શ‚ કર્યા બાદ હવે આઇએસડીમાં ક્રાંતિ લાવશે જીયો: રેટ કટર પ્લાન એક્ટિવ કરનાર ઉપભોક્તાને મળશે લાભ

ટેલિકોમ ક્ષેત્રે ખલબલી મચાવનાર જીયો હવે આઇએસડી કોલીંગમાં પણ લોકોને સસ્તા દરની સુવિધા આપવા  તૈયાર છે. ૪-જી કનેકટીવીટી સર્વિસ સસ્તા દરે આપી જીયો હવે યુકે અને અમેરિકા સહિતના દેશોમાં માત્ર ‚ા.૩માં એક મિનીટ વાત કરવાનું ટેરિફ લોકોને આપશે.

આ ટેરિફ માટે લોકોને રેટ કટર પ્લાન એકટીવ કરવાનો રહેશે. જેનાથી ઉપભોક્તા અમેરિકા, કેનેડા, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, સિંગાપોર, ઓસ્ટ્રીયા, બેલ્જીયમ, બ્રાઝીલ, ફ્રાન્સ, ઇટાલી, માલટા, મોંગોલીયા, મોરોક્કો, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ તાઇવાન અને યુકે સહિતના દેશોમાં માત્ર ‚ા.૩માં એક મિનીટ વાત કરી શકાશે. જ્યારે પાકિસ્તાન, ઇઝરાયેલ, જાપાન, અર્જેન્ટીના, ડેન્માર્ક અને સાઉથ કોરીયા સહિતના દેશોમાં જીયો એક મિનીટ દીઠ ‚ા.૪.૮નો ચાર્જ લેશે. રવિવારે એરટેલ દ્વારા પણ વિદેશમાં પ્રવાસ કરતા ઉપભોક્તાઓ માટે લો-ડેટા કોસ્ટ સર્વિસ શ‚ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જીયોની સમર સરપ્રાઇઝ ઓફર રદ કરવા ટ્રાઇની સુચના અમલમાં મૂક્યા બાદ કંપનીએ ધનધનાધન થોડા ફેરફાર સાથે શ‚ કર્યો હતો. જેના પરિણામે એરટેલ, વોડાફોન અને આઇડીયાએ પણ ખાસ રિચાર્જ સ્કીમો લોકોને આકર્ષવા શ‚ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.