Abtak Media Google News

જાણીતા પત્રકાર-લેખક જવલંતભાઈ છાયાનું ઓનલાઈન વકતવ્ય યોજાશે: ભગવાન કૃષ્ણની એક મિત્ર અને પથદર્શક તરીકે ભૂમિકા ચર્ચાશે

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ, વાલીઓના પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ તથા વિવિધ વિષયો અને મુદ્દાઓની ચર્ચા અને માર્ગદર્શન માટે દેશભરમાંથી વિષય નિષ્ણાતોને ઓનલાઇન જીનિયસ સંવાદ શ્રેણીમાં વકતવ્ય માટે આમંત્રિત કરવામાં આવે છે. જેમા આગામી રવિવારને તા. ૦૯ ઓગષ્ટ ૨૦૨૦ રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જાણીતા પત્રકાર, વકતા અને લેખક જવલંતભાઈ છાયાનું ‘કૃષ્ણ: સખા ભી, ગુરુ ભી’ વિષય ઉપર ઓનલાઇન વકતવ્યનું આયોજન કરવામાં આવેલ છે. આ વકતવ્યનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.

જીનિયસ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી. મહેતા કહે છે કે આ ટોપીક પસંદ કરવાનુ કારણ એ છે કે ભગવાન શ્રીકૃષ્ણનુ જીવન મિત્ર પણ અને ગુરુ પણ બાબતે પ્રેરણાત્મક અને અનુકરણીય રહ્યું છે. મનુષ્યના જીવનમાં મિત્રની ભૂમિકા સર્વે સંબધો કરતા શ્રેષ્ઠ છે, કારણકે અહિં નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણનુ પ્રાધાન્ય જોવા મળે છે. એમાં પણ સારો મિત્ર કે જે સાચો સલાહકાર અને માર્ગદર્શક હોય તો વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે. સાચો મિત્ર એ છે કે જે આપણને ભૂલ કરતા રોકે અને ખામીઓ સુધારવા માટે પથ પ્રદર્શિત કરે. મહાભારતમાં જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન માટે સખા અને ગુરુ તરીકે તેમનુ માર્ગદર્શન કર્યું હતુ એ ઉત્તમ ઉદાહરણ છે. ભગવાન કૃષ્ણ તરફ ભક્તિની ભાવનાને વ્યક્ત કરવા જન્માષ્ટમીના પર્વ જેવો સુગમ સમય બીજો કોઇ ન હોય શકે. આ વિષય ઉપર વાર્તાલાપ કરવા માટે જાણીતા વરિષ્ઠ પત્રકાર, વકતા અને લેખક જ્વલંતભાઈ છાયાને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી  રવિવારને ૦૯ ઓગષ્ટના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા સર્વે જનતાને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.