Abtak Media Google News

તુલસીના રોપા, માળા, પાણીના કુંડા, રકતદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિ કરશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના નિવૃત મેનેજર અને લાફીંગ કલબ રાજકોટ ડીસ્ટ્રીકટ લેવલ કો-ઓર્ડિનેશન કમીટીના જનરલ સેક્રેટરી એવા દશાશ્રીમાળી વોરા કુટુંબમાંથી આવતા અરવિંદ વોરાનો આવતીકાલે જન્મ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૧ વર્ષ પુરા કરી ૭રમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. કાલે ૬.૩૦ કલાકે ન્યુ એરા સ્કુલમાં લોફીંગ કલબના સભ્યો  હસી શુભેચ્છા પાઠવશે.

તેઓએ બેંક મેનેજર કલબ, રાજકોટના સેક્રેટરી તરીકે, સ્ટેટ બેંકની સ્પેશ્યલ સર્વિસ વીંગ, રાજકોટ યુનિટના સેક્રેટરી તરીકે ગાંધીનગર સ્થાનકવાસી જૈન સંઘના સહમંત્રી તરીકે, ગીતગુર્જરી ઉપાશ્રય રાજકોટ મિત્ર મંડળના સેક્રેટરી તરીકે આત્મહત્યા નિવારણ સંસ્થા ‘સાથ’ અમદાવાદના વોલન્ટીયર તરીકે, બોલબાલા ટ્રસ્ટના કારોબારી સભ્ય તરીકે વિગેરેની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવેલ, હાલમાં દશાશ્રીમાળી વોરા કુટુંબ મંડળ (પીપરવાલા રાજકોટ)ના સેક્રેટરી અને સરગમ કલબ સંચાલીત સીનીયર સીટીઝનસ પાર્ક ઇવનીંગ પોસ્ટ કમીટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓ જન્મદિન નીમીતે પોતે અભ્યાસ કરેલ શાળામાં કિશોરસિંહજી પ્રાથમીક શાળા નં. ૧માં વિઘાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરશે.  ઉપરાંત તા. ર૩-૬ ના મંગળવારે  સવારે ૭ થી ૮ દરમિયાન રેઇસકોર્સ રીંગ રોડ, મેયરના બંગલા સામે કુમ કુમ ગ્રુપના સેવાભાવી મનોજભાઇ પટેલના તેમના ટીમના સહયોગથી વર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને પુરતુ સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખી, માસ્ક પહેરીને તુલસીના રોપા, ચકલીના માળા, પક્ષી માટે પાણીનાં કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરશે. તેમના જન્મદિવસ નીમીતે સાંજે પ થી ૭ દરમ્યાન સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે થેલેસેમીયા બાળકો માટે વિવેકાનંદ યુથ કલબના સેવાભાવી ટ્રસ્ટી અનુપમભાઇ દોશી તથા તેમની ટીમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. અરવિંદ વોરાને જન્મ દિવસની શુભેચ્છા આપવા મો. નં. ૯૪૨૬૮ ૪૯૭૧૮ સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.