ગોંડલ તાલુકા ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા સંપન્ન

તાજેતરમાં ગોંડલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વર્ષ ૨૦૧૯/૨૦ ની વાર્ષિક સાધારણ સભા, સંશ્થાના ગોડાઉન વિભાગ, ગુંદાળા ખાતે પ્રમુખ કુરજીભાઈ ભાલાળાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ, સંધના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સહકારી મંડળીઓના મંત્રીઓ અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલ. તેમાં સંધે વર્ષ દરમ્યાન કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવેલ. આ સંઘ સાથે જોડાયેલ સભ્ય મંડલીઓ પૈકી ૧૫ વર્ષથી વધુ સમય સુધી સળંગ સેવા આપતા પ્રમુખો દસરથસિંહ જાડેજા, મુંગાવાવડી, જગદીશભાઈ ગોલ, દેરડી (કું ), દામજીભાઇ ભુવા. શ્રીનાથગઢના સન્માનપત્ર આપી, ફુલહાર,  સાલથી, રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવેલ. રાજકોટ ડી. કો. ઓ. બેંક લી.ના ગોંડલના પ્રતિનિધિ ડિરેક્ટરશ્રી મગનભાઈ ઘોણીયા,  પ્રવીણભાઈ રૈયાણીનું સંઘના પ્રમુખશ્રી કુરજીભાઈ ભાલાળા અને ઉપપ્રમુખ ગોવિંદભાઇ વાઢેરે જાહેર સન્માન કરેલ. તેમજ માર્કેટ યાર્ડ, ગોંડલના પ્રમુખ ગોપાલભાઈ શીંગાળા, ઉપપ્રમુખ કનકસિંહ જાડેજા ઉઓસ્થિત રહેલ તેમનું સન્માન કરવામાં આવેલ. કૃભકો,  રાજકોટના એરિયા મેનેજર કે. એમ. વસોયા ખાસ ઉપસ્થિત રહેલ અને કૃભકો ખાતર વિશે માહિતી આપેલ. પીઢ સહકારી આગેવાન  મગનભાઈ ઘોણીયાએ પ્રાસંગીક પ્રવચનમા સંઘના સારા વહીવટ બદલ,  ઉતરોતર પ્રગતિના આંકડાને ધ્યાને લઇ પ્રમુખ અને કારોબારીને, મેનેજમેન્ટને શુભેચ્છા પાઠવેલ.  કનકસિંહ જાડેજાએ પણ માર્કેટ યાર્ડ દ્વારા ચાલતી પ્રવૃત્તિ, ખેડૂતોને મળતા સારા બજારભાવ અને અન્ય માહિતી આપેલ. સાથે સાથે ગોંડલ સંઘના વર્ષ દરમ્યાનના અહેવાલને જોતા, સારા નફા, ૧૫ ટકા ડિવિડન્ડ આપેલ, તે બદલ પુરી ટીમને શુભેચ્છા પાઠવેલ. આ તકે સહકારી ક્ષેત્રના રાજકોટ જિલ્લાના ઘડવૈયા સ્વ. વિઠલભાઈ રાદડિયાને યાદ કરી, તેમની કંડારેલ કેડી ઉપર ચાલીને સહકારી પવૃત્તિ ચલાવીએ તેવો સુર વ્યક્ત કરેલ.સભામાં તમામ માહિતી રા. ડી. કો. ઓ. બેંક લી. ના ડે. મેનેજર, ઝોનલ કિરીટભાઈ માવાણીએ રજૂ કરેલ,  સમગ્ર કાર્યવાહી અને વ્યવસ્થા ગોંડલ  સંઘના મેનેજર પ્રભુદાસ ટી. કિલજીએ કરેલ. અંતમાં સાધારણ સભાની તમામ કાર્યવાહી સર્વાનુમતે પૂર્ણ કરવા બદલ ફરી, સૌ સભાસદ પ્રતિનિધિઓનો આભાર પ્રમુખ કુરજીભાઈ ભાલાળાએ માનેલ તેમજ મેનેજર પ્રભુદાસભાઇ કીલજી દ્વારા સભાનું કામ કાજ સંપન્ન જાહેર કરવામાં આવ્યું હતું.

Loading...