Abtak Media Google News

કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરોએ ૩૩ અને ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૧૧ પ્રશ્નો રજુ કર્યા: બોર્ડ તોફાની બનવાના એંધાણા: ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૩મી ઓગસ્ટના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. મેયર બીનાબેન આચાર્યનું પ્રથમ બોર્ડ હોય તેઓની અગ્નિપરીક્ષા થશે. ભાજપ અને કોંગ્રેસના કુલ ૨૩ કોર્પોરેટરોએ બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં ૪૪ પ્રશ્નો રજુ કર્યા હોય બોર્ડ તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણો વર્તાય રહ્યા છે. બોર્ડમાં કુલ ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આગામી ૧૩મી ઓગસ્ટના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી, ઘનશ્યામસિંહ એ.જાડેજા, ડો.દર્શિતાબેન શાહ, ઘનશ્યામસિંહ એન.જાડેજા, મનીષ રાડીયા, વશરામભાઈ સાગઠિયા, મનસુખભાઈ કાલરીયા, બાબુભાઈ આહિર, અંજનાબેન મોરજરીયા, જાગૃતિબેન ડાંગર, ઉવર્શીબા જાડેજા, ‚પાબેન શીલું આશીષ વાગડીયા, સંજય અજુડીયા, દેવુબેન જાદવ, મુકેશ રાદડિયા, અશ્ર્વિન ભોરણીયા, સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા, દિલીપભાઈ આસવાણી, અતુલભાઈ રાજાણી, ગીતાબેન પુરબીયા અને જયાબેન ટાંકે અલગ-અલગ શાખાઓને લગતા પ્રશ્ર્નો રજુ કર્યા છે. સૌપ્રથમ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામીના ફુડ શાખાને લગતા પ્રશ્ર્નો અંગે ચર્ચા થશે. ત્યારબાદ ઘનશ્યામસિંહ એ.જાડેજાના બાંધકામ શાખાને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. બોર્ડમાં ૨૩ કોર્પોરેટરોએ ૪૪ પ્રશ્ર્નો રજુ કર્યા હોય બોર્ડમાં તળાપીટ બોલે તેવી સંભાવના નકારી શકાતી નથી.

જનરલ બોર્ડમાં અલગ-અલગ ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. ટીપી સ્કીમ નં.૨૧ (રાજકોટ-મવડી)ની કામચલાઉ પ્રારંભિક નગરરચના યોજનાની પુન:રચનાની દરખાસ્ત અન્વયે ટીપી રોડની દરખાસ્ત, અનામત અંતિમ ખંડોના આયોજનની દરખાસ્તને પરામર્શ આપવા, ટીપી સ્કીમ નં.૩ (નાનામવા)ના અંતિમ ખંડ નં.૧૯૫માં અનામત પ્લોટમાં દબાણ દુર કરતા મિલકતના કબજેદારને જમીનની ફાળવણી કરવા, કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિના નિયમમાં ફેરફાર કરવા, વેરા વળતર યોજના લંબાવવા, શહેરના વોર્ડ નં.૯માં બનાવવામાં આવેલા મહિલા સ્નાનાગરનું જીજાબાઈ મહિલા સ્નાનાગર નામકરણ કરવા તથા વોર્ડ નં.૪,૧૩ અને ૧૮માં નિર્માણપામેલી આવાસ યોજનાનું નામકરણ કરવા સહિતની અલગ-અલગ ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.