Abtak Media Google News

સિઝન્સ હોટેલ ખાતે આવતીકાલ સુધી ચાલનાર એકિઝબીશનનેમળ્યો બહોળોઆવકાર: મનમોહક ડિઝાઈનમાં અવનવીઆઈટમોની ખરીદી

સિઝન્સ હોટલ ખાતે જવેલરી અને ગાર્મેન્ટસના ગેહેના એકિઝબીશનને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ગેહેના એકિઝીબીશન નામાંકિત જવેલર્સ દ્વારા પ્રદર્શન વેચાણમાં મૂકાયેલી જવેલરી માનૂનીઓનાં મન મોહી રહી છે. આ એકિઝીબશન હજૂ આવતીકાલ સુધી ચાલશે.

ગેહના એકિઝબીશનમાં અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતના શહેરોના ખ્યાતનામ જવેલર્સ પોતાની પ્રોડકટ લઈ આવ્યા છે. આયાજેન સ્થળ સુધી પહોચવા માટે સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતેથી વિનામૂલ્યે પીકઅપ ડ્રોપ સૂવિધા ઉપલબ્ધ છે.

૧૦૦ વર્ષ જૂની ‘સીગ્નેચર’ જવેલર્સનું બેમિસાલ વેરીએશન

આનંદ શનાવ
આનંદ શનાવત

સિગ્નેચર જવેલર્સનાં આનંદ શનાવતે ‘અબતક’ને કહ્યું હતુ કે, અમારી કંપની ૧૦૦ વર્ષ જૂની છે. ૬ થી ૭ વર્ષ થયા છે. અને ડાયમંડ જવેલરી બનાવવાની શ‚આત કરી બધી જ આઈટમમાં અલગ અલગ વેરીએશન કઈ રીતે સેટીંગ કરવું આ બધુ જ બીજા થી અલગ છે. અને કવોલીટી પણ એ-૧ વાપરીએ એજ અમારા કસ્ટમરને અમે આપીએ છે અમે ઘણી જવેલરી એવી બનાવી છે જે ૨ ઈન ૧ છે. આપણા રતવાસીની વિચાર ધારા એજ કે કેમ કોઈ વસ્તુનો મલ્ટીપલ યુઝ કરી શકાય તો એવી વીંટી બનાવી છે કે એક આંગળીમાં પહેરી બીજી આંગળીમાં પણ પહેરી શકાય. આજે પહેલોદિવસે સારી એવી લોકોની પૂછપરછ છે. અને આગળના દિવસમાં પણ સારૂ રહે તેવી ઈચ્છા વ્યકત કરૂ છું.

જડતર, કોલકી, અનકટ અને રીયલ ડાયમંડની વેડિંગ જવેલરી લોકપ્રિય

ઘનશ્યામભાઈ
ઘનશ્યામભાઈ

એ.બી.જવેલર્સના ઘનશ્યામભાઈએ કહ્યું હતું કે, અમે અમદાવાદથી આવ્યા છે અને અમે આજે ખાસ અમારુ વેડિંગ કલેકશન લઈને આવ્યા છે. છેલ્લા ૬૭ વર્ષથી અમારી કંપની છે. દાગીનામાં પ્લેટીનમ, રીયલ ડાયમંડ જેમ્સસુન અને સીલ્વની જવેલરી પણ છે અને ખાસ આ એકઝીબીશનમાં ફોકસ અમારું વેડિંગ જવેલરી પર છે અને તેમાં પણ જડતર, કોલકી, અનકટ, ડાયમંડ, રીયલ ડાયમંડમાં પણ ઘણી બધી વેરાયટી લાવ્યા છે અને ખાસ ૫૦ હજારથી માંડી ૧૫ થી ૨૦ લાખ સુધીની રેન્જના સેટ છે. રાજકોટની ઉત્સાહી પ્રજા છે. ખુબ રસપૂર્વક જોવે છે અને પુછપરછ પણ સારી કરે છે અને તેમના પ્રશ્ર્નોના જવાબ આપવાની પણ મજા આવે છે અને સારો અનુભવ રહ્યો છે.

ગ્રાહકની ઈચ્છા મુજબની ડિઝાઈન અમારી ખાસીયત: વૃદાંગ રાણપરા

વૃદાંગ રાણપરા
વૃદાંગ રાણપરા

વી.એમ.ઓર્નામેન્ટસના વૃદાંગ રાણપરાએ કહ્યું હતું કે, અમે અમદાવાદથી આવ્યા છીએ અને અમારો ડિઝાઈનર સ્ટુડિયો છે. સેટેલાઈટ એરિયામાં અને છેલ્લા ૨૦ વર્ષથી અમારી પોતાની જવેલરીનું ડિઝાઈનીંગ અને મેન્યુફેકચરીંગ કરીએ છે અને રીયલ કુંદન જવેલરી વીથ અનકટ પુવકે ડાયમંડ અને કલર સ્ટોન જે ‚બિ જેવા રીયલ ઉપયોગ કરીએ છે અને તેને અને ટ્રેડિશનલ અને ક્ધટેન્યરી લુકથી પણ ડિઝાઈન કરીએ છે. કસ્ટમરની રિકવાયમેન્ટ અને ફેશન ટ્રેન્ડ મુજબ અને ડિઝાઈન કરીએ છે. આ કોઈ પણ જવેલરી અમારા સમય સાથે તે જુની નથી થતી માંગ એટલી જ રહે છે.  ખાસ તો આજે અમે ખાખો મોતીની જવેલરી લાવ્યા છે અને તેને ડિઝાઈન કરવામાં ખુબ સમય લાગે છે ત્યારે તેમના જ ભાઈ ભૌમિક રાણપરા જે ડિઝાઈનિંગનું કામ સંભાળે છે તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રફ સ્ટોનમાંથી તેને ડેવલોપ કરી અમે જવેલરી બનાવીએ છે.

અને ઈટાલીયન ચેન સાથે અમે એક નવો કોન્સેપ્ટ લાવ્યા છે જે આ એકઝીબીશનમાં પ્રથમવાર છે. ઘણી વખત ૫ દિવસમાં પણ ૧ ડિઝાઈન થાય. લોકોનો ખુબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને સારો બિઝનેસ પણ મળ્યો છે.

 જડાઉ ડાયમંડમાં ૫૦ હજારથી લઈ ૫૦ લાખ સુધીની જવેલરી

જોહરીબાઈ જવેલર્સ (મુંબઈ)નાં કપિલભાઈએ કહ્યું હતું કે, અમારુ હોલસેલ અને એકસપોર્ટનો બિઝનેસ છે. અહીં ખુબ જ વેરાયટી છે. જડાઉમાં ડાયમંડમાં ત્યારે અમે ખાસ જડાઉની લાઈન લઈને આવ્યા છે. મીણ પર આખુ ડિઝાઈન કરેલ છે અને આ એક કારીગર તેના મુળ પર કરે છે. તેનો મુળ હોય તે પ્રમાણે કામ થાય છે અને આ બનાવવામાં તેને ૧ મહિનો, ૨ મહિના જેટલો સમય થાય છે.

એક્ઝિબિશનમાં ૫૦ હજારથી ૫૦ લાખ સુધીની જવેલરી ઉપલબ્ધ છે અને લોકોનો પ્રતિભાવ સારો રહે છે અને શું ખાસ કલેકશન છે તે જોઈને લોકો આવે છે.

જુના ઘાટની હેન્ડવર્ક જવેલરીની માંગ વધી

ઈશ્ર્વરલાલ હરજીવનદાસ જવેલર્સ (અમદાવાદ)ના હિરેનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૩૫ વર્ષ જુની પેઢી છે. અત્યારે એન્ટિક જવેલરી મળશે જડતર, વિલંદી પરંતુ ગ્રાહકોને કંઈક નવું જુના ઘાટનું કલેકશન જોઈએ છે. જે ખાસ રાજકોટ માટે લઈ આવ્યા છે એક ડિઝાઈન બનતા ૨૫ થી ૩૦ દિવસ લાગે છે. કારણકે હેન્ડવર્ક હોય છે. બારિક કામ છે. અહીં સવા લાખથી કલકેશ ચાલુ કર્યું છે. આને રંગીલુ રાજકોટ જે કહેવાય તો રંગીલા રાજકોટની રંગીલી સ્ત્રી માટે ખુબ જ અલગ એક્ઝિબીશન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.