એરટેલને પછાડી જિઓ બીજા નંબરની સૌથી મોટી ટેલીકોમ કંપની બની

145

આગામી સમયમાં જિઓ વોડાફોન આઈડીયાની પણ સાઈડ કાપે તેવો નિષ્ણાંતોનો મત : ફોરજી ઉપભોકતાઓમાં જિઓ ૭૦ ટકા માર્કેટ ધરાવે છે: નફો રળવામાં દશકા જૂની કંપનીઓને હંફાવતું ઓન્લી રિલાયન્સ

જિઓ  જી  ભરકે

ટેલીકોમ સેકટરે જિયો લોન્ચ કરી ઈન્ટરનેટ યુગમાં ક્રાંતી લાવનાર રિલાયન્સે પહેલા ભલે મફત ડેટા અને જિયોના સીમકાર્ડ આપ્યા પરંતુ રિલાયન્સના બિઝનેસ વિઝનનું પરિણામ આજે જગજાહેર છે. ટેલીકોમ ક્ષેત્રે વર્ષોથી વર્ચસ્વ ધરાવતી ભારતી એરટેલને પણ જિયોએ પાછળ છોડી દીધું છે. અને આ સાથે જ જિયો ભારતની બીજા નંબરની સૌથી મોટી કંપની બની છે.

મોબાઈલ ફોન સર્વીસ જિયોના લોન્ચીગના અઢી વર્ષમાંજ મુકેશ અંબાણીએ એરટેલને માત આપી ટોચની રેસમાં સ્થાન મેળવ્યું છે. હાલ ભારતની નંબર વન ટેલીકોમ કંપની તરીકે વોડાફોન આઈડીયા ૩૮.૭ કરોડ સબ્સક્રાઈબર્સ ધરાવે છે. થોડા સમય પહેલા જ વોડાફોન અને આઈડીયાએ મર્જરનો નિર્ણય લીધો હતો ત્યારબાદ હાલ ૩૦.૬ કરોડ ઉપભોકતાઓનાં માર્કેટ સાથે જિયો બીજા નંબરે અને ૨૮.૪ કરોડ સબ્સક્રાઈબર્સ સાથે એરટેલ ત્રીજા સ્થાને ધકેલાયું હતુ આ આંકડાકીય માહિતીની ખરાઈ કંપનીના વરિષ્ઠ અધિકારીએ કરી હતી.

માર્કેટ નિષ્ણાંતોનું કહેવું છે કે રિલાયન્સ જિયો જે ગતીથી આગળ વધી રહ્યું છે આવનાર સમયમાં તે વોડાફોન આઈડીયાને પણ પાછળ છોડી શકે તેવી શકયતાઓ છે. વોડાફોન આઈડીયા ત્રણ ખાનગી પેઢીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. વોડાફોન અને એરટેલ ભારતમાં વર્ષોથી વિશ્વસનીયતા ધરાવતી કંપની હતી પરંતુ જીઓ માર્કેટમાં આવતા ટુંક સમયની અંદર જ આકર્ષક ડેટા ઓફરથી જિઓએ માર્કેટ કબ્જે કર્યું

બે દશકાથી પણ વધુ સમયથીચાલતી ભારતી એરટેલ વોડાફોન આઈડીયા બીએસએનએલ ૨૦૧૬માં જિયોના પ્રવેશથી હચમચી ઉઠ્યું હતુ કારણ કે શરૂઆતી સમયમાં નુકશાન કરીને તેણે લોકોને ફ્રી મોબાઈલ ડેટા અને વોઈસ કોલની સુવિધા આપી હતીવે જિયો ભારતમાંફાઈવ જી નેટવર્ક લાવા પણ પ્રયત્નો કરી રહ્યું છે. ફ્કત જાન્યુઆરી અને માર્ચ ૨૦૧૯ દરમિયાન જિયોએ ૨.૭ કરોડ નવા ઉપભોકતાઓ આકર્ષયા છે. ૨૦૧૮માંજ ૧૨ કરોડ નવા ગ્રાહકો જિયો જોડે જોડાયા હતા.

આ સાથે જ વૈશ્વિક સ્તરે પણ રિલાયન્સે ડંકો વગાડયો હતો જિયોનો એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ રૂ ૯૪૮૨ કરોડ રહ્યો હતો ત્યારે વોડાફોન અને આઈડીયાની કમાણી રૂ ૭૨૨૪, તો એરટેલ રૂ. ૬૪૪૦ કરોડ રહી હતી અંબાણીનું વિઝન પહેલાથી જ સ્પષ્ટ હતુ કે તે માત્ર મોબાઈલ ટેલીકોમ કંપની નહી પરંતુ ડિજિટલ ઈકો સીસ્ટમ પણ મજબુત બનાવવા માગે છે. માટે જિયોએ હાઈસ્પીડ ઈન્ટરનેટ સમચાર, ફિલ્મો, મનોરંજન, ચેટ જેવા પહેલુઓ ઉપર પણ ધ્યાન રાખ્યું.

૨૦૧૮માં જીઓ ફોરજી ઉપભોકતાઓમાં ૬૦ ટકા માર્કેટ હિસ્સો ધરાવતું હતુ ત્યારબાદ સરેરાશ ૧૦ ટકા જેટલી ગ્રોથ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારત ટેલીકોમ ક્ષેત્રે વપરાશકર્તાઓ બીજા નંબરનું સૌથી મોટુ માર્કેટ ધરાવે છે.

 

Loading...