Abtak Media Google News

જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા વિજયાદશમીનાં રોજ નાયબ ઈજનેર એમ.એમ.ગોહેલની કુદરતી ન્યાયનાં સિદ્ધાંત વિરુઘ્ધ રાજકોટથી અંજાર ખાતે બદલી કરતા જીબીઆ દ્વારા અધિક્ષક ઈજનેર અને મુખ્ય ઈજનેરને પત્ર તા.૯/૧૦/૨૦૧૯નાં રોજ આપવામાં આવેલ હતો પરંતુ આ બાબતે મેનેજમેન્ટ દ્વારા કોઈપણ સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું ન હતું. આ બાબતનાં વિરોધમાં શહેરનાં વિવિધ કેટેગરીને વીજ પુરવઠો પુરો પાડતા ૧૦૦થી વધુ ઈજનેરો દ્વારા શહેર વર્તુળ કચેરી પાસે રામધુન બોલાવી ગોહેલ ઓર્ડર રદ કરવા માંગણી કરેલ હતી. આજે પણ ઈજનેરોએ સતત બીજા દિવસે રામધુન બોલાવી વિરોધ વ્યકત કર્યો હતો.

શહેરનાં વિવિધ પ્રકારનાં કુલ ૫.૫૦ લાખ ગ્રાહકોને આ ઈજનેરો અન્ય સ્ટાફ કર્મચારીઓની મદદથી સાતત્યપૂર્વક વીજ પુરવઠો પુરો પાડવા સતત પ્રયત્નશીલ હોય છે. આશરે ૨૫ હજારથી વધુ વીજ જોડાણો દર વર્ષે અપાતા હોય છે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ઘણી કામગીરી સારા પ્રમાણમાં કરેલ. ગોહેલ દ્વારા શહેરમાં ઘણી સુંદર કામગીરીઓ કરવામાં આવેલ છે. તેઓ દ્વારા વીઆઈપી કાર્યક્રમો, તહેવારનાં કાર્યક્રમો, રથયાત્રા વગેરે કાર્યક્રમોમાં સારી રીતે ડયુટી બજાવવામાં આવેલ છે. કુદરતી રીતે લાઈટીંગ એરેસ્ટર ફાટતા ૩ થી ૪ સેક્ધડનું ટ્રીપીંગ આવેલ અને ગોહેલને અન્યાયી રીતે અંજાર બદલી કરવામાં આવેલ છે. જીબીઆની માંગણી છે કે, ગોહેલનો બદલીનો ઓર્ડર રદ કરીને તેમને ફરીથી મુળ સ્થાને મુકવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.