Abtak Media Google News

કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાની વિશેષ ઉ૫સ્થિતિ

શ્રી બેગ્લોર ગુજરાતી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા બેગ્લોર ખાતે આવેલ રામજીનગરમાં ગાયત્રી મંદીરનું ભવ્ય નિર્માણ કરી તા. ૧૨-૮ થી તા. ૧૫-૮ ચાર દિવસમાં ગાયત્રી દેવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સુવર્ણ જયંતિની ભવ્યાતીત ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ ખાસ હાજરી આપી હતી.

વર્ષોથી બેંગ્લોર મુકામે દેશ-વિદેશ અને પરદેશથી વિવિધ વ્યાપાર વ્યવસાય માટે વસેલા સંકળાયેલા ગુજરાતી બ્રાહ્મણ પરિવાર એક સઘ્ધર અને સંગઠીત ગુજરાતી બ્રહ્મ સમાજ સાકાર થયો છે.

રાજકોટના પડધરીના નિવાસી સ્વ. જેન્તીભાઇ પી. ત્રિવેદી, હાલના પ્રમુખ નટુભાઇ જોષી, નટુભાઇ રાવલ, ડો. કપીલભાઇ દવે, શ્રી યશવંતભાઇ ત્રિવેદી, નિરંજનભાઇ ત્રિવેદી, મનુકાકા, ચંદ્રકાન્તભાઇ વડીયા, જયસુખભાઇ થાનકી, ભાયશંકરભાઇ ત્રિવેદી વિગેરે એ ખુબ જ  જહેમત ઉઠાવેલ હતી.

શ્રી ગાયત્રી ભવન સમસ્ત દક્ષિણ ભારતમાં બ્રહ્મ સમાજ જ્ઞાતિ વાડી સાથે માતા ગાયત્રી દેવીનું મંદીર બેગ્લોર મુકામે સર્વ પ્રથમ ગુજરાતી બ્રહ્મ સમાજે સાકાર કર્યુ છે. ને બ્રહ્મસમાજનું દરેક સમાજ સંસ્થા સાથે એકતા નું સુચન કરે છે.

બેગ્લોર અને બેંગલોર બહાર વસતા દરેક વેદ માતા ગાયત્રી દેવીના ભકતો માટે ગૌરવ વંતુ ગણાય લેવા શ્રી ગાયત્રી ભવન  મંદીર તમામ સગવડથી સજજ વાતાનુકુલીત ૧૪ રૂમો, ડાયનીંગ હોલ, લીફટ, જનરેટર સાથેનું શોભાયમાન સુંદર આકૃત છે.

શ્રી વેદમાતા ગાયત્રીદેવી પ્રાણ પ્રતિષ્ઠા અને સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગ રુપે તા. ૧૨-૮ ના રોજ ભવન મંદીરનું વાસ્તુ પુજન, શાંતિ યજ્ઞ, પ્રાર્થના, આરતી તથા બપોરબાદ પડધરી નિવાસી  શ્રી કૌશિકભાઇ ત્રિવેદીના રાજાજીનગરના વ્યવસાય ક્ષેત્રથી ભવ્ય શોભાયાત્રા સાથે ૧૫૧ કળશની કળશ યાત્રા માં ગાયત્રીના ગરબા, ભજન, સ્તુતી તથા વેદના મંત્રોચ્ચાર સાથે ૩ કી.મી. જેટલા વિસ્તારમાં ફરી નિજ મંદીરે પધારેલ હતી. સાંજે ફરી આરતી, શ્રી ગાયત્રી યુવા પરીવાર બેંગ્લોર દ્વારા ભજન સાથે દરેકે મહા પ્રસાદ લીધેલ હતો.

તા. ૧૩-૮ ના રોજ સ્થાપિત દેવોની પુજન, અર્ચના, શ્રી ગાયત્રી સહસ્ત્ર નામાવલી અર્ચના, શ્રી વીર હનુમાન હવન તથા આર્ટ ઓફ લીવીંગ દ્વારા ભજન યોજવામાં આવેલ હતા. તા. ૧૪/૮ ના રોજ પુજા અર્ચના, શ્રી દત્તાત્રેય દેવ પુજન,, હવન, આરતી, સત્સંગ તથા હરિદ્વાર શાંતિ કુંજથી આમંત્રણને માન આપી ખાસ પધારેલ સ્વામીજી ડો. બ્રીજ મોહન ગૌડ, હેડ ઓફ ગાયત્રી પરિવાર ઓફ સાઉથ ઇન્ડીયા (હરિદ્વાર) નું ગાયત્રી મંત્ર અને વેદમાતા ગાયત્રી  વિષે ધાર્મીક અને માર્મીક વેદોચ્ચાર સાથે પ્રવચન રાખવામાં આવેલ હતું. આ પ્રસંગ અતિથિ મહાનુભવોમાં શ્રી દીલીપભાઇ ભાનુશંકર ત્રિવેદી, પ્રમુખ આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભા અને ચેરમેન કોટેક્ષ ઇન્ડીયા ઉ૫સ્થિત રહેલ હતા સાથો સાથ શ્રી હિતેશ મહેતા એન્ડ પાર્ટી દ્વારા ભજન તથા મા ના ગરબા રાખવામાં આવેલ હતા.

આ કાર્યક્રમના ચારે દિવસ દરમ્યાન સતત ગાયત્રી મંત્રનું પઠન ત્થા ગાયત્રી હવનમાં ઘણી મોટી સંખ્યામાં ગાયત્રી ભકતોએ ઉ૫સ્થિત રહી લાભ લીધેલ હતા. ઉ૫રાંત ઉપરાંત દરરોજ સવારે ચા, પાણી, નાસ્તો, બપોર તથા સાંજનો મહાપ્રસાદ (ભોજન) બપોરના ચા-પાણી વિગેરેની તમામ વ્યવસ્થા મંદીર તરફથી કરવામાં આવેલ હતી. આ મહાપ્રસાદ ત્થા દર્શનનો આશરે દશ હજાર ઉપરાંત ભાવિકોએ લાભ લીધેલ હતો.

આ ભવનના નિર્માણમાં માઁ ગાયત્રી ની પ્રેરણાથી ગુજરાતી બ્રહ્મ સમાજ ઉપરાંત અન્ય સમાજ જેવા કે જલારામ મંદીર, વૈષ્ણવ સમાજ, સ્વામીનારાયણ સંપ્રદાય અને અન્ય તમામ કોમના કોમના માઁ ભકતોનો ખુબ જ સહકાર પ્રાપ્ત થયેલ છે. ગાયત્રી ભવનનું નિર્માણ પાછળ આશરે સાડા પાંચ કરોડ જેટલો ખર્ચ થયેલ છે.

શ્રી બેંગ્લોર ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રી, રક્ષાબંધન, બળેવ, ગાયત્રી જયંતિ, વિઘાર્થી વિઘાલય પ્રવૃતિ સમુહ યજ્ઞોપવિત તથા આરોગ્ય વિશેષર્ક બ્લડ ડોનેશન કેમ્પ, મેડીકલ ચેકઅપ ત્થા સામાજીક પ્રવૃતિમાં બ્રહ્મ યુવક યુવતિ પરિચય મેળા વિગેરે પણ યોજવામાં આવે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં રેક બેંગ્લોર સ્થિત ગુજરાતી બ્રહ્મ સમાજ પરિચયના સદસ્યો સાથો સાથ પ્રમુખ નટુભાઇ જોષી, રાજેશભાઇ ભટ્ટ, મહીલા વિભાગ શ્રી બેંગ્લોર બ્રહ્મ સમાજ, શ્રી રાજેન્દ્રભાઇ બી. જોષી, રાજેશભાઇ એન.જોષી, અશોકભાઇ બી. દાણી, શ્રી હર્ષવદનભાઇ ભટ્ટ, શ્રીમતિ હર્ષનાબેન ભટ્ટ, શ્રી આજનભાઇ ભટ્ટ, બીપીનભાઇ ભટ્ટ, વિનોદભાઇ ભટ્ટ, રજનીકાંતભાઇ રાવલ, પ્રવિણભાઇ દવે, રસિકભાઇ, પૂર્ણમાબેન આચાર્ય, તથા બ્રહ્મ સમાજ મહીલા વિભાગના પ્રમુખ  મીનાબેન ત્રિવેદીએ ખુબ જહેમત ઉઠાવેલ હતી.

આ કાર્યક્રમના તમામ ધાર્મીક પ્રસંગ જેવા કે પુજા, અર્ચના, હવન વિ. માટે શાસ્ત્રી શ્રી કશ્યપભાઇ ભટ્ટ (મહારાજ) શ્રી જેન્તીભાઇ ભટ્ટ (મહારાજ) એ સતત માર્ગદર્શન સાથે તમામ વિધી કરાવેલ હતી.

ગાયત્રી મંદીર ભવન ખાતે વેદમાતા ગાયત્રી માઁ ઉપરાંત શ્રી મહાદેવ હનુમાનજની, ગણેશદાદા, ગુરુદત્તાત્રેય અને આદિશંકરચાર્યજીની મૂર્તિની પણ પ્રાણપ્રતિષ્ઠા કરી બિરાજમાન કરવામાં આવેલ છે.

ગાયત્રી મંદીર માઁ ભકતો માટે એક તીર્થધામ રુપે નિર્માણ પામેલ છે. આ મંદીરે જયારે પણ બેગ્લોર આવવાનું થાય ત્યારે શ્રી ગાયત્રી ભવન મેઇન રોડ નં.૪, ઇન્ડસ્ટીયલ ટાઉન, રાજાજીનગર, બેગ્લોર, ૫૬૦૦૪૪ ખાતે અવશ્ય દર્શન કરવા પધારવા મૉ ભકતોને શ્રી બેગ્લોર ગુજરાતી બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.