ગૌતમ ગંભીરની ક્રિકેટને અલવીદા

87

૬ ડિસેમ્બરે દિલ્હી-આંધ્ર વચ્ચેની રણજી મેચ બાદ ક્રિકેટમાંથી સંપૂર્ણપર્ણે સન્યાસ લેશે ગંભીર

ભારતીય ઓપનર બેટ્સમેન અને વર્લ્ડ કપના હિરો કહેવાતા ગૌતમ ગંભીરે મંગળવારના રોજ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું જાહેર કર્યું છે. ૩૭ વર્ષીય ગંભીરે ૧૫ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે, છેલ્લા કેટલાક સમયથી ગૌતમને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યો હતો. ગૌતમે ફેસબુક, ટ્વીટર ઉપર ભાવુકતાપૂર્ણ વીડિયો શેયર કરતા લખ્યું કે, સૌથી મોટો નિર્ણય ભારે હૃદય સાથે લેવાય છે. માટે ક્રિકેટને અલવીદા કહેવાનો નિર્ણય મેં ખુબજ વિચારીને લીધો છે.

ગંભીરે ૫૮ ટેસ્ટ મેચોમાં આશરે ૪૧૫૪ રન ફટકાર્યા હતા. જેમાં ૯ સદી અને ૨૨ અર્ધ સદીનો સમાવેશ થાય છે તો વન-ડે ક્રિકેટમાં ગૌતમે કુલ ૧૪૭ મેચોમાં ૧૧ સદી અને ૩૪ અર્ધ સદી સાથે ૫૨૩૮ રન નોંધાવ્યા. જયારે ટી-૨૦માં ૨૦ અર્ધ સદી સાથે ૯૩૨ રન ફટકાર્યા હતા.

ગૌતમ ગંભીર પોતાની આઈપીએલની છેલ્લી સીઝન દિલ્હી ડેર ડેવીલ્સ તરફથી રમી હતી. ત્યારે હવે તેણે પોતાની આઈપીએલની કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકયો છે. હવે આખરી વખત ગૌતમ ગંભીર દિલ્હી અને આંધ્રપ્રદેશ વચ્ચે શરૂથનાર રણજી મેચમાં છેલ્લી વખત ક્રિકેટ રમશે.

ગંભીરે ૨૦૧૭ના ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૧૧ના વન-ડે વર્લ્ડકપમાં ભારતની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૦૯માં ગૌતમને ક્રિકેટમાં નં.-૧ બેટસમેનનો ખીતાબ મળ્યો હતો તો ૨૦૧૨માં ગંભીરની કેપ્ટનશીપમાં રમાયેલી મેચમાં ભારતને ચેમ્પીયન બનાવવામાં ગંભીરની ભૂમિકા હતી તો ૨૦૧૪માં ફરી વખત ૭મી આઈપીએલમાં ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકત્તા ફરી ચેમ્પીયન બન્યું હતું.

Loading...