Abtak Media Google News

ગૌ સંવર્ધન સંરક્ષણના લાભાર્થે શ્રીજી ગૌશાળામાં ભાગવત સપ્તાહનો આજે ત્રીજો દિવસ

રાજકોટથી ૧૪ કિલોમીટર જામનગર રોડ ઉપર આવેલી ૪.૫ એકરમાં ફેલાયેલી શ્રીજી ગૌશાળામાં ગૌસંવર્ધન અને ગૌસંરક્ષણના લાભાર્થે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. પ્રખર યુવા વૈષ્ણવાચાર્ય પૂ.યા.ગો.શ્રી. ગોવર્ધનજી મહોદય (દર્શન કુમારજી) અને સુરત વાળાના આર્શીવચનો સાથે ગૌસેવા અને તેનું મહત્વ આજના સંદર્ભે કેટલુ અને શું છે તે અબતકની મુલાકાતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું.

બાવાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજકાલ મોટાભાગની ગૌશાળાઓ દાન ઉપર નિર્ભર રહેતી હોય છે. જો ગૌશાળાઓ સ્વનિર્ભર બને તો ફકત ગાયોની સાચવણી સિવાયના વિવિધ ફાયદાઓ ગૌશાળાઓ સમાજને આપી શકે છે. આનાથી સમાજ આખો ગાયો સાથે જોડાઈ શકે છે. જો સમાજ આખો ગાયો સાથે જોડાશે તો એ સ્થિતિમાં સમાજની સાથો સાથ રાષ્ટ્રનું પણ ઉત્થાન થશે. મુખ્યત્વે ગૌ ઉછેર દૂધની મુખ્ય પ્રોડકટ માટે કરવાનું જ ચલણ વધુ છે પણ ભારતીય સંસ્કૃતિમાં ગાયોમાં ૩૩ કરોડ વાસ છે. તે પ્રકારની ધાર્મિક માન્યતા છે. જે ખરેખર તો ગાયોનું પૃથ્વી ઉપરનું મહત્વ દર્શાવે છે. વલ્લભાચાર્યની પરંપરા પ્રમાણે ભારતીયતાની આધારશિલા ગૌરક્ષા છે.

હોમ-હવન, યજ્ઞ, ઈત્યાદિમાં જે ગૌમાતાના પંચગવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણો, તારણો અને પરિણામો વૈજ્ઞાનિકતાની ચોકસાઈ ઉપર ખરા ઉતર્યા છે. વળી પૌરાણિક પરંપરા પ્રમાણે ગમે તેવા આધુનિક યુગમાં પણ ગાય અને ગાયની પ્રોડકટ અને બાય પ્રોડકટને કારણે વિશ્ર્વના અર્થતંત્રમાં ખુબ જ ફાયદો થાય તેમ છે. એમ જણાવતા શ્રી દર્શનકુમારજીએ જણાવ્યું હતું કે છેવાડાના ગામડાઓમાં ગૌપાલન એ ખેડૂતો, માલધારીઓની જીવાદોરી સમાન છે. બાય પ્રોડકટ તરીકે મળતા ગોબર અને ગૌમુત્રનો સમજદારી પૂર્વકનો ઉપયોગ અનેક જાતની ઔષધીઓ અને સૌદર્ય પ્રસાધનોમાં ઉપયોગમાં લેવામાં આવે તો વિદેશમાં ઢસડાઈ જતી ભારતીય મૂડી બચાવીને અર્થતંત્રને વેગવાન બનાવી શકાય છે.

શ્રીજી ગૌશાળામાં આયોજીત ભાગવત સપ્તાહનો મુળભુત આશય જ ગૌસુરક્ષા, સંવર્ધન અને ગૌ પ્રોડકટને ઉત્તેજન આપવાનો છે. શહેરોમાં માલધારીઓ દ્વારા રાખવામાં આવતા ગૌવંશના એક અલગ સમસ્યા જટીલ શહેરીકરણને કારણે ઉદભવી છે. જે સમસ્યાઓને કારણે ગાયોનું જતન જે રીતે અને જે ઉદેશ સાથે થવું જોઈએ તેનો મૂળભુત હેતુ માર્યો જાય છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને ધર્મ સાથે જોડવામાં આવી છે પણ શહેરોમાં રાખવામાં આવતી ગાયોને દુધ ઉત્પાદનમાં મશીન માત્રની માફક જોવામાં આવે છે. જે ખરેખર ગાયોની દશા દયનીય બનાવે છે.

ગાયનું દુધ તો અમૃત છે જ પણ તેની બાય પ્રોડકટ ગોબર અને ગૌમુત્ર પણ અમૃતની સારે તેવું પારસમણી છે. શ્રીજી ગૌશાળા આ અંગે કાર્યરત છે. જેનો વિશિષ્ઠ ઉલ્લેખ કરી પૂ.પા.ગો.શ્રી ગોવર્ધનજી મહોદયશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી પ્રવૃતિને કારણે ગૌશાળાઓ સ્વનિર્ભર બની શકે છે અને તેની ખાસ જ‚ર છે.

સાથો સાથ ગાયોનું મહત્વ ધાર્મિક આધારસાથે જોડવામાં આજનો યુવાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. દયા, અદ્વિસા અને સત્યના પંથે ચાલવા માટ ગૌ પ્રોડકટ સાત્વિક બુઘ્ધિમતા વધારવામાં ખાસ મહત્વપૂર્ણ છે. આજનો યુવાન કેરીયર બનાવવાની લક્ષયમાં તનાવગ્રસ્ત થઈ જાય છે અને અંતે અનેક વ્યસનોનો ભોગ બને છે. જે આખરે તો તેની પોતાના સ્વ્યંનુ અને રાષ્ટ્રનું અધ:પતન નોતરે છે એમ જણાવી બાવાશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, શહેરી સમાજને અને ખાસ કરીને યુવાનોને પંચગવ્યનું મહાતમ સમજાવવું જોઈએ કે જેથી કરીને આવનારા સમયમાં રાષ્ટ્રના સ્વાવલંબનમાં ગૌવંશનો ફાળો પુરા વિશ્ર્વને ઉડીને આંખે વળગે અને આડેધડ થતી ગૌવંશની હત્યા બાબતે વિશ્ર્વમાં જાગૃતિ આવે અને ગૌવંશની હત્યા અટકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.