Abtak Media Google News

મુંબઈથી આવેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો રાજકોટનાં કલા પારખુઓ સમક્ષ નૃત્ય પ્રસ્તૃત કરશે

તાંડવ નર્તન, ઈન્સ્ટિટીટયુટ ઓફ કલાસીકલ ડાન્સ દ્વારા ૨૫ ડિસેમ્બરે ૨૦૧૭ આજરોજ સવાણી પરર્ફોમીંગ આર્ટ સેન્ટર રાજકોટ ખાતે ભરતનાટયમ નૃત્યના મુંબઈ સ્થિત આંતરરાષ્ટ્રીય નૃત્યકાર ગૂરૂશ્રી વૈભવ આરેકર દ્વારા ‘માર્ગમ-અ સ્પીરીચ્યુઅલ જર્ની’ રજૂ થશે.

રાજકોટમાં સૌ પ્રથમવાર નૃત્યના ઉપાસક અને આપણી કલા તથા સંસ્કૃતિન ધરોહરને સાચવનારા એવા નૃત્યગુ‚ એટલે ગૂરૂ વૈભવ આરકેર દ્વારા નૃત્ય પ્રસ્તુતિ થશે.

ગુ‚ સાથે સંગીતમાં સાથ આપનારા ગુજરાતી બહારનાં નામાંકિત કલાકારો જેમાં નટુર્વાગમ કાલીશ્ર્વરન પીલૈ મુંબઈ, ગાયન: શ્રીકાંત ગોપાલ ક્રિશ્ર્નન (ચૈન્નાઈ), મુદંગમ: સતિષ ક્રિશ્ર્નમૂર્તિ મુંબઈ, વાંસળી રાકેશ મૈસુર સાથે જોડાશે.

કલાગૂરૂ અને સંગીત કલાકારોને રાજકોટના નૃત્ય પ્રેમી રસીકજનો સુધી પહોચાડવા રાજકોટની નામાંકિત નૃત્ય સંસ્થા એટલે તાંહવ નર્તન ઈન્સ્ટિયૂટ ઓફ કલાસીકલ ડાન્સના સંચાલક નૃત્યકાર વૈભવ આરેકરનાં શિષ્ય છે. અને પોતાની નૃત્ય સાધનાની યાત્રાને આગળ વધારવા ગૂરૂ વૈભવ આરેકરનાં સાનિધ્યમાં ‘ગુરૂ શિષ્ય’ પરંપરામાં કાર્ય કરી રહ્યા છે.

‘તાંડવ-નર્તન ઈન્સ્ટિટયુટ ઓફ કલાસીકલ ડાન્સ સંસ્થાની સ્થાપના ૨૦૦૭માં થયેલ છે. ખૂબજ ઓછા સમયમાં અનેક વિદ્યાર્થીઓએ વિશારદની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. સંસ્થામાં ગૂરૂ દ્વારા અપાતુ નૃત્યનું શિક્ષણ ખરેખર યુવા પેઢીને આકર્ષે તેવું છે. આજના સમયમાં આવા યુવાગૂરૂઓ કલાનું જ્ઞાન લેતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની જાય છે. જે ગૂરૂ કલાના જ્ઞાનની સાથે વિચારોની શુધ્ધતા અને સંસ્કૃતિની સમજણ આપે તેમ છે.

આજે સાંજે ૫.૩૦ કલાકે સવાણી હોલ ખાતે ભરત નાટયમના કલાસીક પારંપારીક ‘માર્ગમ અ સ્પીરીચ્યુઅલ’ વિષય ઉપર દોઢ કલાક નૃત્ય ચાલવાનું છે. જેમાં ભરત નાટયમની આધ્યાત્મિક પ્રવાસની માહિતી પીરસાશે.

મુંબઈથી આવેલા ગૂ‚ વૈભવ આરેકર મુંબઈમાં શાખ્ય ટ્રસ્ટ એકેડમી છેલ્લા ૧૫ વર્ષથી ચલાવે છે. ગુજરાત કલા ક્ષેત્રે આગળ છે. અત્યારની યુવા પેઢીમાં સંગીત પ્રત્યે આધુનિક થાય છે. ત્યારે ભરત નાટયમનું મહત્વ ખૂબજ વધારે હોય જે વિષયક કાર્યક્રમનું આયોજન આજે રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. તેમ મુંબઈના ગુરૂ વૈભવ આરેકરે જણાવ્યું હતુ.

આ તકે કાર્યક્રમની વિગતો આપવા તાડવ નર્તનના ઈન્ચાર્જ જીજ્ઞેશ સુરાણી, મુંબઈથી વૈભવ આરેકર, ડાન્સર રાધિકા, નૃત્યકાર દિપીકા પરમાર, જૂનાગઢના શિક્ષક દિર્ધા ઝાલા, પોરબંદરનાં શિક્ષણ ક્રિશ્ર્ના હિગડાજયા, અને હેના કુલકર્ણીએ ‘અબતક મીડીયા હાઉસ’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.