Abtak Media Google News

ફેસ્ટિવલ સીઝનના આગમન સાથે જ દિવાળીનું પ્રિ-સેલિબ્રેશન ધામધૂમથી થઈ રહ્યું છે. બોલિવૂ઼ડમાં તેની ચમક પણ જોવા મળી રહી છે. શાહરૂખે પોતાના ઘરે પ્રિ-દિવાળી પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. આ ઉપરાંત પત્ની ગૌરી ખાન પણ ફેસ્ટિવ મોડમાં આવી ગઈ હતી.

5 1541319865તેણે પતિ શાહરૂખ અને સુહાના સાથેની ખાસ તસવીરો શેર કરી છે. ગૌરીએ તસવીર શેર કરતા લખ્યું કે,”સ્ટાર ઈન ધ સ્કાઈ, હેપ્પી દિવાળી.” ગૌરી ડાર્ક બેકગ્રાઉન્ડમાં લાઈટ્સના પ્રકાશ વચ્ચે રહી શાહરૂખ અને અન્ય તસવીરમાં દીકરી સુહાના જોવામાં મળી રહી છે.

લુકની વાત કરીએ તો ત્રણેય બ્લેક ડ્રેસમાં જોવા મળી રહ્યાં છે. શાહરૂખે કાળા કલરના કુર્તા સાથે સફેદ પાયજામો પહેર્યો છે. ગૌરી અને સુહાના પણ બ્લેક તથા ગોલ્ડન કોમ્બિનેશન સાથે પાર્ટીમાં છવાયેલી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.