Abtak Media Google News

ગુજરાતમાં જીવદયાપ્રેમીઓનું ઐતિહાસિક સંમેલન યોજાયું: ૧૨૦૦ જેટલા જીવદયા પ્રેમિઓ ઉપસ્થિત રહ્યા

ગુજરાતમાં જીવદયાની પ્રવૃતિ કરતી આશરે ૬૦૦ જેટલી ગૌશાળા-પાંજરાપોળોના ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠિઓ, કાર્યકરો અને વિશેષજ્ઞોનું ઐતિહાસિક સંમેલન સાણંદ નજીક આવેલા ‘ધ અધરસાઈડ’માં યોજાઈ ગયું. આ સંમેલનનું ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ દીપ પ્રગટાવીને કર્યું હતું. સંમેલનમાં ઉપસ્થિત આશરે ૧૨૦૦ જીવદયાપ્રેમીઓને સંબોધન કરતા વિજય ‚પાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ગૌહત્યાબંધી માટે પ્રતિબદ્ધ છે, માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી લડીને ગુજરાતના ગોહત્યાબંધીના કાયદા પર મંજુરીની મહોર મરાવી આવ્યા હતા. હવે સરકાર પણ આ કાયદાને વધુ કડક બનાવવા વિધાનસભામાં ખરડો લાવી ચુકી છે. હવે ગુજરાતમાં ગૌહત્યાબંધી કરનારને વધુમાં વધુ સાત વર્ષને બદલે ૧૦ વર્ષની સજા થશે અને તે બિનજામીનપાત્ર ગુનો બનશે.

આ સંમેલનની આયોજક આઠ સંસ્થાઓ વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપતા સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે ‘ગુજરાત સરકાર કાયદામાં જે સુધારો કરવા માગે છે, તેમાં ગોવંશની સાથે ભેંસના વંશનો સમાવેશ કરવાની પણ જ‚ર છે. કારણકે ભેંસની કતલને કારણે દૂધની અછત પેદા થાય છે અને ગુજરાતના બાળકો અપોષણનો ભોગ બને છે. વળી કસાઈ પાસેથી પકડાયેલા ઢોરોની કસ્ટડી પાંજરાપોળને મળે તે મુજબ કાયદામાં સુધારો કરવો પણ જ‚રી છે. પાંજરાપોળમાં જે ઢોરોનો નિભાવ કરવામાં આવે છે તેનો દૈનિક પશુદીઠ આશરે ૫૦ ‚પિયા ખર્ચો આવે છે. તેમાંથી ૨૦ ‚પિયા ખર્ચો સરકારે આપવો જોઈએ. મુખ્યમંત્રીએ આ માગણીઓ માટે સહાનુભૂતિ દર્શાવી હતી.

સાણંદના ઐતિહાસિક સંમેલનમાં બીજા દિવસે અતિથિવિશેષ તરીકે ગુજરાતના મહેસુલ તેમજ શિક્ષણ ખાતાના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રના કૃષિમંત્રી પુ‚ષોતમ ‚પાલા ઉપસ્થિત રહ્યા હતા. ગીરીશભાઈએ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો પરિચય આપતા કહ્યું હતું કે તેઓ પોતે ગોપ્રેમી છે અને ગાંધીનગરના પોતાના બંગલામાં પણ ગાય બાંધે છે. કેન્દ્રના કૃષિમંત્રી પુ‚ષોતમ ‚પાલાએ જણાવ્યું હતું કે, ‘આપણા પ્રાચીન નીતિશાસ્ત્રોમાં લખ્યું છે કે જે ગામમાં એક પણ મહાજનનો વસવાટ ન હોય તે ગામમાં રાતવાસો ન કરવો. અહીં તો એક નહીં પણ સમગ્ર ગુજરાતના મહાજનો પધાર્યા છે, માટે આ સંમેલન ઐતિહાસિક ગણાવું જોઈએ.

અમદાવાદના જૈન મેયર ગૌતમ શાહ પણ આ સંમેલનમાં અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરો વાહનોની અડફેટે ન આવે તે માટે કડક કાયદો ઘડીને તેનો અમલ પણ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જેમની સાથે સ્વ.પંન્યાસશ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજનું નામ જોડાયેલું છે તે ક‚ણા મંદિરના ર્જીણોદ્ધાર માટે ૫૦ લાખ ‚પિયાની રકમની ફાળવણી કરવામાં આવી હોવાની માહિતી પણ ગૌતમ શાહે આપી હતી.

કચ્છ જીલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠનથી વસનજીભાઈએ કચ્છમાં થતી જીવદયાની પ્રવૃતિઓ અંગે બધાને વાકેફ કાર્ય હતા. હિંસા વિરોધક સંઘના અ‚ણભાઈ ઓઝાએ ઉપસ્થિત તમામને કાયદાકીય સમજણ આપી હતી. ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘના જયંતીભાઈએ એસ.પી.સી.એ.ની મહતા સમજાવી હતી. પુષ્પમંગલ પરિવારના શ્રી હર્ષદભાઈએ જીવદયાના કાર્યોમાં યુવાનોને જોડવાની પ્રેરણા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.