Abtak Media Google News

પોલીસ, મામલતદાર, ફાયર બિગ્રેડઅને ૧૦૮ની ટીમ સ્ટેન્ડ ટુ: હાઇ-વે બ્લોક  કરાયો: હજીરાથી જામનગર જતા ટેન્કર વળાંકમાં પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતના કારણે ટ્રાફિકજામ

પડધરી નજીક આવેલી ભારત હોટલ પાસેના સર્કલના વળાંકમાં એલપીજીગેસ ભરેલું મહાકાય ટેન્કર પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતના કારણે ટેન્કરમાંથી ગેસ લિકેઝ થતા તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. એલપીજી ગેસ તાત્કાલિક સળગી ઉઠતોહોવાથી પોલીસે તકેદારીના પગલા માટે હાઇ-વે બ્લોક કરી દીધો હતો.

Img 20181217 Wa0002

હજીરાથી એન.એલ.૦૧ક્યુ. ૪૨૦૪ નંબરની ૧૪ વ્હીલનું એલપીજી ભરેલું ટેન્કર જામનગર જઇ રહ્યું હતું. ટેન્કર પડધરી નજીક બાયપાસ પર વળાંક લેતું હતું ત્યારે ૧૭ ટન ગેસ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો.

ટેન્કર પલ્ટી ખાતા એલપીજી ગેસ લિકેઝ થયાની પોલીસને જાણ થતા પી.એસ.આઇ. જે.વી.વાઢીયા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી હાઇ-વે પર વાહનોની અવર જવર અટકાવી દીધી હતી. અને મામલતદારને જાણ કરતા મામલતદાર કચેરીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગેસ તાત્કાલિક સળગી ઉઠે તેમ હોવાથી રાજકોટ ફાયર બિગ્રેડને જાણ કરવામાં આવતાફાયર ફાયટરને ઘટના સ્થળે સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યું હતું તેમજ એમ્બ્યુલશન અને ૧૦૮નેપણ હાજર રાખવામાં આવી હતી.

Img 20181217 Wa0004

એલપીજી ગેસ લિકેઝ થવાના કારણે આજુબાજુમાં દુર્ગંધના કારણે આજુબાજુના રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી. જામનગર ખાતે એલપીજી કંપનીમાં ગેસ લિકેઝની જાણ કરવામાં આવતા ક્રેઇન અને ખાલી ટેન્કર ઘટના સ્થળે રવાના કર્યુ હતું. ખાલી ટેન્કરમાં રિફીલીંગ કરી લિકેઝ ટેન્કર ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.