સહિયર રાસોત્સવમાં ગરબાની રમઝટ: ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને

40

સતત નાવીન્ય અને સતત શીખવાની ધગશથી સર વર્ષની સફળતા બાદ સહીયર રાસોત્સવ રાજકોટના નંબર વન ગરબા તરીકે સ્થાન મેળવી ચૂકયું છે. ખરેખર કોમ્પીટીશન રમવા માંગતા ખેલૈયાઓ માટે સહિયર પ્રથમ પસંદગી બની રહ્યું છે.

સુપ્રસિધ્ધ ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્યાર, ચાર્મી રાઠોડના કંઠેથી નીતરતા ગરબા પર ખેલૈયાઓ મન મૂકીને મોજ કરી રહ્યા છે. સતત અઢારમાં વર્ષે તેજસ શિશાંગીયા પોતાના સંગીતગ્રુપ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ‘જીલ એન્ટરટેન મેન્ટ’ સાથે ગાયક ઉદઘોષક તથા મંચ સંચાલનની ત્રેવડી જવાબદારી નિભાવી રહ્યા છે.

સહીયરની રંગત માણવા સાંસદ મોહનભાઈ કુંડારીયાએ વિશેષ ઉપસ્થિત સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટેડ ક્રિશ્ર્નપાલસિંહ વાળા, વાઈસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા તથા તમામ આયોજકોને બિરદાવ્યા હતા. વિજેતાઓને મોહનભાઈ કુંડારીયા, હિતેષદાન ગઢવી, કિશોરભાઈ રાઠોડ, શૈલેષભાઈ પરસાણા, ભરતભાઈ હેરમા, રમાબેન હેરમા, સંજયસિંહ વગેરેના હસ્તે ઈનામો અપાયા હતા.

Loading...