Abtak Media Google News

અશ્વીની મહેતા, વિભૂતિ જોશી અને બસીર પાલેજા સહિતના કલાકાર રમઝટ બોલાવશે: પ્રતિભાશાળી મહિલાઓનું થશે સન્માન

રાજકોટમાં આ વખતે જૈન વિઝન સંસ્થા દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી થવા જઈ રહી છે. આ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં બહેનો જોડાવાની હોવાથી આયોજકોએ આ નવરાત્રી પર્વ બહેનોને અર્પણ કર્યું છે. આ પર્વ દરમિયાન નવેય દિવસ માતાજીની સ્તુતિ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રની પ્રતિભાવંત મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવશે. આ આયોજનમાં ૧૦૮ બહેનો અને ૧૦૮ ભાઈઓની ટીમ કામે લાગી ગઈ છે!

જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ તદન વિનામૂલ્યે આપવામાં આવશે. શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિયોરીયમ પાસેના વિશાળ મેદાનમાં તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વખતનું નઝરાણુ ઓર્કેસ્ટ્રા અને તેના સિંગરો છે.

ગરબા કિંગ આતા ખાન, બોલીવુડ સીંગર અશ્ર્વીની મહેતા અને વિભૂતિ જોશી ફોક સિંગર બસીર પાલેજા ઉપરાંત તેમની ટીમમાં મ્યુઝીક ડાયરેકટર મનીષ જોશી, રિઘમ કિંગ મહેશ ધાકેશા, ગિરાર હિતેશ મહેતા વગેરે આવી રહ્યા છે. આ બધાનું સંકલન જીલ એન્ટરટેઈન્મેન્ટના તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.

આ નવરાત્રી મહોત્સવમાં ૩૫ વર્ષ સુધીની વય ધરાવતી બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે. શ્રી રિધ્ધિ સિધ્ધિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ૨૦૧ ગાયત્રી ચેમ્બર્સ પી.પી. ફૂલવાલાની સામે ડો. યાજ્ઞીક રોડ, કશીશ હોલીડે જલારામ ૪ રામકૃપા ડેરીની સામે, યુનિ.રોડ, પુજા હોબી સેન્ટર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમીન માર્ગ, જૈન સાડી, દીવાનપરા મેઈનરોડ, દિવ્યેશ મહેતા, ગૌતમ, પટેલ મંડપની સામે, કૃષ્ણનગર મેઈનરોડ, આનંદ બંગલા ચોક પાસે, સુપરટેક એન્ટરપ્રાઈઝ બંસીધર ડેરીની બાજુમાં સનસીટીની સામે સાધુ વાસવાણી રોડ ખાતેથી પાસ મળી રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝન મહિલા ટીમના દામિનીબેન કામદાર અમીષાબેન દેસાઈ, મિતલબેન વોરા, નિરાલીબેન પારેખ, ભાવનાબેન દોશી, બીનાબેન શાહ, નેહાબેન સંઘવી, છાયાબેન દામાણી, પ્રીતિબેન વોરા, પ્રતિભાબેન મહેતા વિભાબેન મહેતા, સંગીતાબેન દોશી, પ્રફુલાબેન મહેતા, સુલોચનાબેન ગાંધી, રત્નાબેન કોઠારી, દિપાલીબેન વોરા, કલ્પનાબેન પારેખ, બીનાબેન સંઘવી, કાજલબેન દેસાઈ, કાગુનબેન મહેતા મોનાબેન મહેતા, જાગૃતીબેન બાવાણી, આશાબેન સંઘવી, સંગીતાબેન દોશી, હિમાબેન શાહ, પૂનમબેન સંઘાણી, શીતલબેન કોઠારી, નેહાબેન વોરા, રીટાબેન સંઘવી, દિવ્યાબેન લાઠીયા, લીના ગાંધી,‚પલ દોશી, નમીતાબેન મહેતા, મનીષાબહેન શેઠ, રીટા સંઘાણી, માલાબેન મહેતા, શિલ્પાબેન પટેલ નીલાબેન શશહ, જલ્પાબેન પતિરા, પાયલબેન ફૂરિયા, ફાલ્ગુનીબેન મહેતા, સોનલબેન ઘેલાણી, નેહલબેન અજમેરા, હેમાલીબેન દોશી, નમ્રતાબેન બોટાદરા, ભારતીબેન દોશી, જાગૃતિબેન શેઠ, અંજલીબેન દોશી, ભાવિકાબેન પારેખ, ભૂમિ મહેતા, નેન્સી સંઘવી મહિલા આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.