Abtak Media Google News

રૂ.૩૪ કરોડના ખર્ચે બનેલા પૂલમાં ગાબડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી

આ પુલ પરથી દરરોજ ૪  તાલુકાને ૨૦૦થી વધુ ગામડાના લોકો અને વાહનો પસાર થાય છે

નવા બનાવેલા પુલ ઉપરથી માણાવદર, વંથલલી, બાટવા, જૂનાગઢને કતિયાણા સહિત તાલુકાના ૨૦૦થી વધારે ગામડાઓનાં વાહનો આ રોડ ઉપરથી આવજા કરતા હોય છે.

ઉપલેટાથી પાંચ કિલોમીટર હાડફોડી અને ઉપલેટા શહેર વચ્ચે આવેલ સૌથી લાંબો રાજાશાહી વખતનો પુલ ભારે વાહનો અને રેતીના ઓવર લોડથી ચાલતા પુલ જરજરીત હાલતમાં થઈ જતા તેની જગ્યાએ નવો બનાવેલો પુલ હજુ ઉદઘાટની રાહમાં છે તે પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી પુલ નું એકદમ નબળુ હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે આ પુલ ૪ તાલુકા અને ૨૦૦થી વધુ ગામડાને જોડનો પુલ ગમે ત્યારે વાહનો માટે મુશ્કેલી સર્જે તે પહેલા બીન ભ્રષ્ટાચારની ગણાતી સરકાર પુલની યોગ્ય તપાસ કરાવે તો તંત્રની ધણી પોલો ખૂલ્લી પડે તેમ છે.ઉપલેટા અને હાડફોડી ગામ વચ્ચે ભાદરના પુલ તરીખે ઓળખાતો બે કિલોમીટર કરતા વધારે આ પુલ ૩૪ કરોડના ખચે પ્રજાની સુખાકારી માટે નવો બનાવવામા આવ્યો છે. હજુ સતાવાર રીતે વાહન ચાલકોની સુવિધા માટે ખૂલ્લો પણ નથી મૂકવામાં આવેલ ત્યારે બે દિવસ થયા શાંત રીતે વરસાદ વરસી રહ્યો છે. જયાં પુલ બનાવવામાં આવેલ છે તેવિસ્તારમાં માંડ છ ઈંચ વરસાદ પડયો છે. ત્યારે આ પુલની બંને બાજુ બનાવામાં આવેલ પુલ સરક્ષણ દિવાલો ધોવાઈ ગયેલ છે. બંને સાઈડો માટે મોટા મોટા તિરાડો પડી ગઈ છે. ઉપરાંત રોડ બંને સાઈડો બેસવા લાગતા વાહન ચાલકોમાંભ ય વ્યાપી ગયો છે. ગમેત્યારે આ પુલ ઉપર અકસ્માત થવાનો સંભવ વાહન ચાલકોમાં સેવાઈ રહ્યો છે. ત્યારે રાજયની ભાજપની સરકાર બીન ભ્રષ્ટાચારના ગાણાગાઈ રહી છે.ત્યારે આ પુલની જો યોગ્ય તપાસ કરાવે તો તંત્રની પોલ ખુલ્લી પડી જાય તેમ છે.Photogrid 1531713351554 1

ઝડપી વિકાસની વાતો કરતી સરકાર પુલની તપાસ કેટલી ઝડપે કરાવશે?

ગુજરાતની ભાજપ સરકાર બીન ભ્રષ્ટાચાર અને ઝડપી વિકાસની વાતો કરે છે. ત્યારે ૩૪ કરોડ જેવી માતબર રકમના ખર્ચે તૈયાર થયેલ પુલમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા હવે આ પુલની તપાસ કેટલી ઝડપી રીતે કરાવે છે તેવો પ્રજામાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે.

આ પુલનું કામ મહેસાણાની કંપનીએ રાખેલ હતુ

ભાદર ઉપર બનાવેલ ૩૪ કરોડના ખર્ચે નવા પુલનું કામ રાજય સરકારે મહેસાણાની એક કંપનીને સોંપેલ હતુ ત્યારે સરકાર આ કંપની ઉપર કેવી કાર્યવાહી કરી આકરા પગલા ભરશે કે પછી પોબારા ભાણા કરશે.

Photogrid 1531713351554 2૫ ધારાસભ્ય માકડીયાએ પુલ મંજૂર કરાવેલ

ચાર તાલુકાને જોડતો ૨ કીમી કરતા વધુ લાંબો પુલ ભૂમાફીયાઓએ ઓવર લોડીંગ રેતી ભરી દેતા આ વાહનો આ પુલ પરથી પસાર થતા હતા છેલ્લા પાંચ વર્ષમાં આ પુલમાં ભયંકર નુકશાની થવા પામેલ હતી. ત્યારે લોકોની સુખાકારી માટે તાત્કાલીક ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ વ્યકિતગત રસ લઈને ૩૪ કરોડ રૂપીયા સરકારમાં મંજૂર કરાવી લોકોની સુખાકારીમાં વધારો કરેલ પણ ભ્રષ્ટ તંત્રના પાપે આજે આ પુલની પોલ ખૂલવા પામેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.