Abtak Media Google News

આઠ વિધાનસભાની પેટાચૂંટણીની શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી : બપોરે ૨ વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાની શકયતા

અબડાસા, ધારી, કરજણ, ગઢડા, કપરાડા, ડાંગ, લીંબડી એમ સાત બેઠકો ઉપર ભાજપ આગળ, એકમાત્ર મોરબી બેઠક ઉપર કોંગ્રેસ આગળ

વિધાનસભાની ૮ બેઠકની ૩ નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણી માટે મતગણતરી આજે સવારે ૮ વાગ્યાથી ગણતરી શરૂ થઇ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી ઇવીએમના મતો ગણવામાં આવી રહ્યા છે. જેમાં શરૂઆતીના ટ્રેન્ડમાં કોંગ્રેસ બે સીટ ઉપર આગળ રહી હતી . પરંતુ ત્યારબાદ કોંગ્રેસ એક જ સીટ ઉપર આગળ જોવા મળી રહી છે.

ગુજરાતની ૮ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો આજે સવારથી  પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી છે.પોસ્ટલ બેલેટ ગણતરી બાદ ઊટખના મતો ગણવામાં આવી રહ્યા છે.  ૮ બેઠકોની કુલ ૨૫ ગણતરી ખંડમાં મત ગણતરી થઈ રહી છે. બેલેટપેપર ગણતરીમાં ભાજપ ૭ બેઠકો અને કોંગ્રેસ ૧ બેઠક પર આગળ છે. ૮ બેઠકો માટે ૨૫ મતગણતરી ખંડ બનાવાયા છે. કુલ ૯૭ ટેબલ પર ૮ બેઠકોની ગણતરી થઈ રહી છે. ૮ બેઠક પર ૩૨૦ કર્મચારીઓ કાર્યરત છે. લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે. મોરબી બેઠક પર કોંગ્રેસ આગળ છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાનમથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે, જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતાં બપોરે ૧૨થી ૨ વાગે એવી પણ શક્યતા છે.

Esr

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.