Abtak Media Google News

ગણપતિ બાપાના સ્વાગત માટે આ વર્ષે શુભ ઘડી સવારના 11 વાગ્યાથી શરૂ થશે અને બોપોરના 1.30 વાગ્યા સુધી મૂર્તિની સ્થાપના કરી શકાશે , ગણેશ સ્થાપના પેહલા ફોજની સામગ્રીમાં ચોકી , લાલ કપડા , ગણેશજીની મુર્તિ , લાલ કળશ , પંચામૃત , રોલી, અક્ષત , જનોઈ , ગંગાજળ , સોપારી , એલચી , શ્રીફળ , ચાંદી , લવિંગ , પંચમેવા, ઘી ,કપૂર જેવી સામગ્રી એકઠી કરી લેવી .Ganesh Chathurthi Pujan In Hindi

સવારે સ્નાન કરી લાલ વસ્ત્ર પહેરી સાચી દિશામાં ગણપતિ સ્થાપના કરો , સ્થાપના પેહલા મુર્તિને પેહલા પંચામૃત અને બાદમાં ગંગાજળથી અભિષેક કરો ત્યારબાદ ચોકીમાં લાલ કપડાં પર પ્રતિમાની સ્થાપના કરો , રિદ્ધિ સિદ્ધિના રૂપમાં મૂર્તિની બંને બાજુ સોપારી રાખો , પ્રશાદમાં મોદક  અથવા ચુરમાના લાડુ રાખી શકો છો .Dagadu Sheth 1

ૐ ગં ગણપતયે નમો નમઃ સિદ્ધિવિનાયક નમો નમઃ …ગણેશ ચતુર્થીને માત્ર ગણતરીના દિવસોજ રહ્યા છે ત્યારે બાપાના સ્વાગતની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે , દર વર્ષે ધામે ધુમેથી ગણેશોત્સવની ઉજવણી કરતાં હોઈએ છીયે , તમને જણાવી દઈએ કે ગણેશોત્સવ મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ઉજવાતો તેહવાર  છે , ગજાનન ગણપતિ વિઘ્નહર્તા હોવાથી તે સૌથી પેહલા પૂજાય છે , ગણપતિનું સ્વાગત અને વિસર્જન દેશભરમાં ભજન કીર્તન , નૃત્ય અને બાપાના મનપસંદ મોદક સાથે કરવામાં આવે છે .Lord Ganesha 76A

કેહવાય છે કે પાર્વતીજીએ તેના મેલથી એક સુંદર પૂતળું બનાવી તેમાં પ્રાણ ફૂક્ય હતા , અને તેને પોતાના પુત્ર તરીકે માન્યતા આપી હતી , ગણેશજી તેના વાહન ઉંદર સાથે ફરતા . તમામ પ્રકારની વિધ્યા મેળવી ગણેશજીએ સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું હતું , ગણપતિ  ઉપરથી અનેક પ્રકારની ફીકશન અને કાર્ટુન ફિલ્મો બની છે જેમાં તેમની બાળપણની લીલાની રજૂઆત કરવામાં આવતા બાળકોમાં પણ ગણપતિ બાપા પ્રખ્યાત છે , ગણેશ ચતુર્થીના પર્વ પણ જાણે આખું મહારાષ્ટ્ર ભક્તિમય ડિસ્કો પ્લેસ બની જાય છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.