Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં નાના મોટા ઉદ્યોગકારો તથા નવા ઉદ્યોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેમને પડતી મુશ્કેલી દુર થાય અને તેમને મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિવિધ સેમીનાર રાજ્યભરમાં યોજવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં MICRO SMALL MEDIUM ENTERPRISES (MSME)  રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને ઝાલાવાડ ચેમ્બર અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી INTELLECTUAL PROPERTY RIGHTS (IPRS)માટે સેમીનાર યોજાયો હતો.

જેમાં જિલ્લાના સંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા ધારાસભ્ય ધનજીભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ વીપીન ટોળીયા હાજર રહ્યા હતા. સાથે જિલ્લાના ઉધોગકારો પણ હાજર રહ્યા હતા. જે વેપારીઓ પોતે કોઈ જાતની પ્રોડક્ટ બનાવે છે. તેવા વેપારીઓ તેની એક પેટન્ટ હોય છે. સાથે તેની ડિઝાઇન તેનો ટેડમાર્ક પણ હોય છે.જે અહીયાના વેપારીઓ તેનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે.

જો વેપારી તે પેટન બનાવે તે માટે પોતાનો કઈક અલગ તે માટે લોગો બનાવે જેથી તે વસ્તુ ઓળખવામાં લોકોને સરળતા પડે અને લોગો કે પેટન બનાવવાથી વેપારીઓને સુ ફાયદો થઈ શકે અને તે માટે સરકાર દ્વારા સુ લાભ વેપારીઓ ને મળે તેમજ નાના ઉધોગકારો, મધ્યમ ઉદ્યોગકારોને લોગો કે પેટન લેવાથી સુ ફાયદો થઈ શકે તે માટે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બહારના દેશના વેપારીઓ લોગો અને પેટનનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે  રાજ્યમાં હજી આ વસ્તુ નવી છે. માટે  આ વિષયના એક્સપર્ટ  વક્તાએ હાજર રહીને પેટન્ટ, ટેડમાર્ક, તેમજ ડિઝાઇન વિશે વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું વેપારીઓ પણ આર્થિક રીતે આગળ આવે તે માટે આવા સેમીનાર ખુબજ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.