Abtak Media Google News

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કિડ્ઝ કલરવ-૨૦૨૦નો બીજો દિવસ: ૮૦૦ બાળકોએ કૃતિઓ રજૂ કરી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ દ્વારા “કિડ્ઝ કલરવ-૨૦૨૦ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું ગઈ તા.૫-માર્ચ અને ૬-માર્ચના રોજ અટલ બિહારી વાજપેયી હોલ, પેડક રોડ ખાતે આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૭૫ શાળાઓના ૧૬૦૦ જેટલા બાળકો દ્વારા ૭૫ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે સ્વાગત પ્રવચન શહેર ભાજપ મહામંત્રી તથા શિક્ષણ સમિતિના સદસ્ય કિશોરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર.એચ. ઉપાધ્યાયે બાળકોના અદભૂત કલાકારીને બિરદાવી હતી.

6 Banna For Site

આ તકે કાર્યક્રમમાં વંદનાબેન ભારદ્વાજ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા.ચેરમેન ભારતીબેન રાવલ, શાસનાધિકારી એસ.બી.ડોડીયા, લીનાબેન શુકલ ઉપપ્રમુખ ભાજપ મહિલા મોરચો, વોર્ડ નં.૬ કોર્પોરેટર મુકેશભાઈ રાદડિયા, ઘનશ્યામભાઈ કુગશિયા, વોર્ડ નં.૫ મહામંત્રી મુકેશભાઈ ધનસોતા, પિંટુભાઈ રાઠોડ, વોર્ડ નં.૬ કોર્પોરેટર ગેલાભાઈ રબારી, કેળવણી નિરિક્ષક શીલુ, શિક્ષણ સમિતિ સદસ્ય કિશોરભાઈ રાઠોડ, મુકેશભાઈ મહેતા, કિરણબેન માંકડિયા, અલ્કાબેન કામદાર, ધિરજભાઈ મુંગરા, રહિમભાઈ સોરા, ભાવેશભાઈ દેરિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા અને બાળકોની અદભૂત કૃતિઓ જોઈ અભિભૂત થયા હતા.

તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યબહેન, જૂઈબેન માંકડ તથા શિક્ષિકા દિપાંશીબેનની મધુર શૈલીમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ શિક્ષણ સમિતિ સદસ્યા કિરણબેન માંકડિયા દ્વારા કરવામાં આવી હતી. આ બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ “કિડ્ઝ કલરવ-૨૦૨૦’ની સમગ્ર  વ્યવસથા વિવિધ કમિટી દ્વારા સુચારૂ રીતે કરવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિ પરિવાર, યુ.આર.સી., સી.આર.સી., આચાર્ય તેમજ શાળા શિક્ષકગણ તેમજ સમગ્ર શિક્ષા સ્ટાફ તમામના આથાગ પરિશ્રમથી કાર્યક્રમ સફળ બની રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.