સરસ્વતી શિશુમંદિરમાં ગણેશ પૂજન અર્ચન કરાયું

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર શિશુકક્ષાનાં બાળકો દ્વારા ગણેશજીનું પૂજન-અર્ચન-કીર્તન કરવામાં આવ્યું હતું. આ સાથે ભારતીય સંસ્કૃતિનો પરિચય આપતી એક પ્રદર્શનીનું આયોજન કરાયું હતું.

સરસ્વતી શિશુ મંદિર ખાતે ઉજવાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થી-વાલી-આચાર્યગણ સહિત પ્રધાનચાર્ય કનુબેન ઠુમ્મરે ગણેશપૂજા કરી હતી. સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને ટ્રસ્ટી રમેશભાઈ ઠાકરે સૌને શુભેચ્છા પાઠવી હતી.

Loading...