Abtak Media Google News

ગણેશ ચોથના દિવસે પુજા માટે શ્રેષ્ઠ સ્વાતી નક્ષત્ર: ર૩મીએ વિસર્જન

આગામી ગુરૂવારે ગણેશ મહોત્સવનદ આરંભ થશ. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠેર ઠેર દુંદાળ દેવની સ્થાપના કરવામાં આવશે ગણેશભકતો  સતત ૧૧ દિવસ સુધી ગણેશજીની ભકિતમાં લીન થશે ર૩મી સપ્ટેમ્બરના રોજ વિઘ્નદેવને ભાવભીની વિદાય આપવામાં આવશે.

રાજકોટના જાણીતા વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ભાદરવા સુદ ચોથને ગુરુવાર તા. ૧૩મી સપ્ટેમ્બરથી વિઘ્નોના કર્તા ભગવાન ગણપતિદાદાના વ્રતનો પ્રારંભ થશે આ વર્ષ આ વ્રત પુરા અગીયાર દિવસ ચાલશે તીથીમાં કોઇ ક્ષય વૃઘ્ધિ આવતી નથી.

ભાદરવા સુદ ચોથને ગુરુવારે તા. ૧૩-૮-૧૮ થી ભાદરવા સુદ ચૌદશને રવિવાર તા. ૨૩-૯-૧૮ સુધી દાદાની સ્થાપના થશે.

ગુરુવારે ગણેશચોથના દિવસે સ્વાતિ નક્ષત્ર છે જે વ્રજ પુજા માટે શુભ ગણવામાં આવે છે. તથા ભદ્રા પણ દોષ કારક નથી આમ ગણેશ સ્થાપના માટે આખો દિવસ ઉત્તમ છે. ખાસ કરીને શાસ્ત્રો પ્રમાણે ગણપતિદાદાની સ્થાપના પુજા સવારના ભાગે શુભ ગણેલ છે. ગણપતિદાદાનું સ્થાપન અગીયાર દિવસ કરવું જો તે શકય નો હોય તો એકી સંખ્યાના દિવસ પણ કરી શકાય અને ત્યારબાદ વિસર્જન કરવું ગણપતિ દાદાની સ્થાપના ચોથથી જ કરવી સ્થાપના દરમ્યાન દરરોજ પુજા આરતી કરવી તથા ગણપતિ અર્થશીષ અથવા સંકટ નાશક ગણપતિસ્ત્રોતના પાઠ દરરોજ કરવાથી જીવનમાં આવતા સકટો દુર થાય છે. દાદાને દરરોજ નૈવૈદ્યમાં મોદક ધરાવા તથા લાલાફુલો અર્પણ કરવા દાદાને લાલા ફુલ તથા લાલા રંગ વધારે પ્રિય છે.

શાસ્ત્રો તથા પુરાણોના ઉલ્લેખ પ્રમાણે માટીના જ ગણપતિની પુજા યોગ્ય તથા માન્ય ગણવામાં આવે છે. પુરાણોમાં પ્રલાસ્ટર ઓફ પેરીસના ગણપતિની પુજાનો કયાંય ઉલ્લેખ જોવા મળતી નથી.

ગણપતિદાદાના જન્મની કથા જોઇએ તો પાર્વતી માતાએ પોતાના પરસેવા શરીર પર લાગેલ માટીથી ગણપતિ દાદાની ઉત્પતિ કરેલી આમ આ કથા પ્રમાણે પણ માટેના ગણપતિદાદા ઉત્તમ છે.

દેવાધીદેવ મહાદેવની પુજા માં પણ પાર્થીવ શિવલીંગ એટલે માટીના બનેલા શિવલીંગ ઉત્તમ ગણેલ છે. તો ગણપતિ દાદા પણ માટીના જ ઉત્તમ ગણાય.

ગણપતિદાદાની મુર્તિ ભલે માટીની નાની મળે પરંતુ તે પાલાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ કરતા શ્રેષ્ઠ છે. અને ફળ દાયક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.