Abtak Media Google News

શહેરના અનેક વિસ્તારોમાં ગજાનની સ્થાપનવિધિ: ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરી ભાવિકો ધન્યતા અનુભવશે

રાજકોટ શહેરમાં આજે ગણેશ મહોત્સવના શ્રી ગણેશ થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં પંડાલોમાં આજે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપન વિધિ કરવામાં આવી હતી. આજથી દરરોજ ભાવભેર દુંદાળા દેવની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે.2 41કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન

કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ કોઠારીયા રોડ કા રાજા નું સતત ૧૩માં વર્ષે  ભવ્ય આયોજન  કરવામાં આવ્યું છે. આ વર્ષે આ ગણેશ મહોત્સવની સ્થાપના શુભારંભ તથા પ્રથમ આરતી દર્શન બી.એ.પી.એસ. ના પૂ. અપૂર્વમૂનિ સ્વામીના હસ્તે કરવામાં આવી છે. તો શહેરની ધર્મપ્રેમી જનતાને આ દર્શનનો લાવો લેવા કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરાઇ છે.3 31છત્રપતિ શિવાજી ટાઉનશીપ

છત્રપતિ ટાઉન શીપમાં ટુ બીએચકે ૧૦૭માં રહેતા ઉદયભાઇ માણેક દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાલે માતા-પિતાનું પુજન, શનિવારે ભાગવતનો પાઠ, રવિવારે છપ્પતભોગ દર્શન, સોમવારે આરતી સ્પર્ધા, મંગળવારે તુલસી કુંડ સ્પર્ધા, બુધવારે બ્રહ્મકુમારીનું પ્રવચન, ગુરુવારે સત્યનારાયણ ભગવાનની કથા, શુકવારે ભજન કિર્તન અને શનિવારે વિસર્જન કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.