Abtak Media Google News

યુનોની સંસ્થામાં પહેલીવાર ગાંધીજીની પ્રતિમા મુકાશે: આઈ.એમ.ઓ.નાં સેક્રેટરી જનરલ કીટક લીમ સાથે કરાઈ ચર્ચા

289 2893572 Mahatma Gandhi Sitting Statue Sabarmati Ashram Gandhi Statue

દાવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે ચાલી રહેલ ૫૦મી વાર્ષિક વર્લ્ડ ઈકોનોમીક ફોરમની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્રીય મંત્રી  મનસુખ માંડવિયાએ આઈ.એમ.ઓ.નાં સેક્રેટરી જનરલ શ્રી કીટકલીમ સાથે મુલાકાત દરમિયાન પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીનીઉજવણીની માહિતી આપી હતી તથા આઈએમઓ કે જે યુનોની મેરિટાઈમ સેક્ટરની સર્વોચ્ચ સંસ્થા છે, તેમાં ગાંધીજીની પ્રતિમા મુકવા રજૂઆત કરેલ હતી; જેને આઈ.એમ.ઓ.નાં સેક્રેટરી જનરલ દ્વારા મંજુરી આપવામાં આવેલ છે. આ અનુસંધાને આગામી દિવસોમાં આઈ.એમ.ઓ.નાં હેડક્વાટર લંડન ખાતે પૂજ્ય ગાંધીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે. આઈ.એમ.ઓ.એ સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થા તરીકે આંતરરાષ્ટ્રીય શિપિંગની સલામતી, સુરક્ષા અને પર્યાવરણીય સુરક્ષા માટે વૈશ્વિક માનક-નિર્ધારિત કરતી સંસ્થા છે. તેની મુખ્ય ભૂમિકા શિપિંગ ઉદ્યોગ માટે એક નિયમનકારી માળખું બનાવવાની છે જે ન્યાયી અને અસરકારક છે, વૈશ્વિકરૂપે અપનાવવામાં અને લાગુ કરવામાં આવે છે. આ પ્રકારની ઘટના પ્રથમવાર બની રહી છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર (યુનો)ની કોઈપણ સંસ્થાના હેડકવાર્ટર પર ગાંધીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.