Abtak Media Google News

આઝાદીની ચળવળ વખતે લોકજાગૃતિ લાવવામાં મહત્વનો ભાગ ભજવનારા ગાંધીજીના ગુજરાતી માસિક પત્ર

‘નવજીવન’લાંબા સમયથી બંધ હતું. કોંગ્રેસે પાર્ટીમાં ‘નવસંચાર’લાવવા તેને પુન: હિન્દીમાં પ્રસિઘ્ધ કરશે

સત્તાની ઓડમાં રાજકીય પક્ષો ગાંધી ચીંઘ્યા માર્ગે…!!

અહિંસાના હથિયાર દ્વારા આપણા દેશના અંગ્રેજોના દાયકાઓ જુની ગુલામી માંથી મુકિત અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દુનિયા ભરમાં પૂજનીય રહ્યા છે. પરંતુ, રાજકીય પક્ષોને તેમને આપેલા રાજકરવાના સિઘ્ધાંતો વધારે પડતા જુના લાગતા હોય ગાંધીજી માત્ર રૂપીયાની નોટમાં જ રહી જવા પામ્યા હતા. પરંતુ સત્તા મેળવવા માટે દરેક રાજકીય પક્ષોએ ગાંધીજીના નામનો ઉપયોગ કરવો પડે છે. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા મિશન યોજનામાં ગાંધીજીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હતું. જેથી કોંગ્રેસે પણ ગાંધીના ‘નવજીવન’એખબારને સજીવન કરીને પાર્ટીમાં નવસંચાર લાવવાનો પ્રયાસ કર્યો છે.

ગઇકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગ, સહીતના કોંગ્રેસી આગેવાનોની અઘ્યક્ષતામાં ગાંધીજીના ‘ગુજરાત માસિક પત્ર’ ‘નવજીવન’નો પુન: પ્રારંભ કર્યો હતો. જો કે આ અખબાર હવેથી હિન્દીમાં પ્રસિઘ્ધ કરવામાં આવશે.

આ અખબારના પ્રારંભ વખતે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે સાચા અને નીડર પત્રકારત્વને જીવંત રાખવા આ અખબારને શરૂ કરાયું છે રાહુલ ગાંધીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે નવજીવનનો ફરીથી પ્રારંભ કર્યો છે. નવજીવન તમારા માટે હંમેશા લડતુ રહેશે અને સત્યની લડાઇ માટે સંઘર્ષ કરતું રહેશે. તેમને નવજીવનને સફળ બનાવવા અપીલ કરી હતી.

આઝાદીની લડાઇ વખતો મહાત્મા ગાંધીએ ગુજરાતીમાં નવજીવન અખબારનો પ્રારંભ કર્યો હતો. આ માસિક પત્ર આઝાદીના લડતનું માટેપ્રજામાં જાગૃતિ લાવવા માટે મહત્વનું સાબિત થયું હતું. ૧૯૨૦ માં ગાંધીજી જેલમાં જતાતેમને આ અખબારનું સંચાલન જવાહરલાલ નહેરૂને સોંપ્યું હતું. જે બાદ આ અખબારનું સંચાલન એસોસીએટ જર્નલ લીમીટેડ પાસે આવ્યું હતું પરંતુ, આઝાદી બાદ આર્થિક સંકડામણ તથા કોંગ્રેસને તેની જરુરીયાત ઓછી થઇ ગઇ હોય ધીમે ધીમે આ અખબાર બંધ થઇ ગયું હતું.

આ અખબારની માલિકી એસોસીએટ જર્નલલીમીટેડ  પાસે હોય આ કંપનીના ચેરમેન અને વરિષ્ઠ  કોંગ્રેસી આગેવાન મોતીલાલ વોરા એકોગ્રેસમાં નવસંચાર લાવવા નવજીવને ફરીથી શરુ કરવા પ્રસ્તાવ કોંગ્રેસી હાઇ કમાન્ડ પાસે મુકયો હતો.

જે બાદ, કોંગ્રેસે આ અખબારને પુન:જીવિત કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આખા દેશમાં વંચાઇ શકે અને કોંગ્રેસનોઅવાજ બની શકે તે માટે હિન્દીમાં શરુ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ગઇકાલે નવીદિલ્હીમાં આ અખબારને ફરીથી શરુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સીંગની તબીયત ખરાબ હોયતેમણે આ પ્રસંગે ઉ૫સ્થિત રહી શકયા ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.